જામનગર શહેરના ગોકુલનગર ઝોન-એ હેઠળ આવતાં વિસ્તારો તથા રવિ પાર્ક ઝોન-એ હેઠળ આવતાં વિવિધ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે નહીં. ત્યારબાદના દિવસે રાબેતા મુજબ પાણી વિતરણ થશે. તેમ જામનગર મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરની યાદી જણાવે છે.
જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની યાદી જણાવે છે કે, સસોઇ ડેમ આધારિત જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટની પ્રિ-મોન્સુન અંતર્ગત સફાઇની કામગીરી હાથ ધરવાની હોય, આ ફિલ્ટર પ્લાન્ટને સંલગ્ન ઇએસઆર/ઝોન જેમ કે, ગોકુલનગર ઝોન-એ હેઠળ આવતાં વિસ્તારો દલવાડી, સોમનાથ, મથૂરાનગર, વૃંદાવન, ખોડિયારનગર, પ્રજાપતિ સોસાયટી, મારૂતિનગર, ગોકુલનગર, રામનગર, અયોધ્યાનગર, સરદારનગર, સરદાર પાર્ક, માધવબાગ-1,2,3,5, દ્વારકેશ સોસાયટી 1 થી 5 અને મહાલક્ષ્મી બંગલો વગેરુ રવિપાર્ક ઝોન-એ હેઠળ આવતાં વિસ્તારો ભીંડાવાડી, પુરબીયાની વાડી, ડિફેન્સ કોલોની, યાદવનગર, મથુરનગર, ગાયત્રીનગર વિગેરે જ્ઞાનગંગા ઝોન હેઠળ આવતાં ઇવાપાર્ક, સુભાષપાર્ક, રઘુવીરપાર્ક, નિલકંઠ પાર્ક, ન્યુ. નવાનગર, મયૂર ટાઉનશીપ, ખોડિયાર પાર્ક, પુષ્કરધામ, મંગલધામ, સેટેલાઇટ પાર્ક, મયૂરબાગ, પંચવટી પાર્ક, આશિર્વાદ એવન્યુ, સનેશ્ર્વર પાર્ક, મારૂતિનંદન, સજાનંદ પાર્ક, કનૈયા પાર્ક, હરિધામ વિગેરે વિસ્તારોમાં પાણી વિતરણ તા. 17 માર્ચના રોજ બંધ રહેશે અને ત્યારબાદના દિવસે પાણી વિતરણ રાબેતા મુજબ કરવામાં આવશે. જેથી જાહેર જનતાએ નોંધ લેવી.