ભારત સહિત સમગ્ર વિશ્ર્વને કોરોના મહામારીએ હચમચાવી નાખ્યું છે ત્યારે કોરોના મહામારીથી રાહત મેળવવા ગુજરાતના વિવિધ શહેરોના પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા ભગવાન દ્વારકાધીશને કોરોનામાંથી રાહત અપાવવા પ્રાર્થના કરી હતી.
ગુજરાત સહિત દેશભરમાં કોરોના કાળ હજુ શાંત થયો નથી.એક વર્ષ થી વધુનો સમય વિતી ગયા બાદ પણ હજુ ગુજરાત સહિત દેશભરમાં કોરોના નાં કેસો વધતા જાય છે. લોકોનું જન જીવન અસ્ત વ્યસ્ત બની ગયું છે. સામાન્ય માણસ ની રોજી રોટી પણ છીનવાઇ ગઇ છે.બાળકો અને વડીલો કોરોનાના ડર ને કારણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.લોકોની આ વ્યથા ને ભગવાન દ્વારકાધીશ નાં કાને પહોચાડવા આજે ગુજરાત ના અનેક શહેરો નાં પ્રજ્ઞાચક્ષુઓ જેમાં યુવાનો, મહિલાઓ અને વડીલો ભગવાન દ્વારકાધીશ નાં ચરણોમાં પ્રાર્થના કરવા અને વિનતી કરવા આવ્યા હતા અને જણાવ્યું કે, જેમ બને તેમ ઝડપથી આ કોરોના મહામારી નો અંત આવે અને લોકોનું સ્વાસ્થ્ય ફરી થી પહેલાં જેવું થઈ જાય.
દ્વારકા, જામનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને અમદાવાદ સહિતનાં શહેરો નાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ-બહેનો દ્વારકા આવી દ્વારકાધીશના દર્શન કરીને પ્રાથના કરી હતી.