ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામની સીમમાં રહેતા ગોવિંદભાઇ દેવરખીભાઈ ચેતરિયા નામના એક યુવાની વાડીના મકાનમાં શુક્રવારે સાંજથી શનિવારે સવારે સાડા આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તસ્કરોએ ખાતર પાડયું હતું. આ વાડીના મકાનના દરવાજાનો નકૂચો તોડી મકાનમાં તસ્કરોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો અને અહીં રાખવામાં આવેલા રૂપિયા 66,000 ની કિંમતના અને 30 મણ વજન ધરાવતા જીરુના 12 નંગ બાચકા અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઇ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આઈ.પી.સી. કલમ 454, 457, તથા 380 મુજબ ગુનો નોંધી આગળની તપાસ સ્થાનિક પી.એસ. આઈ. જે.જી. સોલંકીએ હાથ ધરી છે.