Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યની 7000થી વધુ આંગણવાડીઓ ભાડે ચાલે છે !

રાજ્યની 7000થી વધુ આંગણવાડીઓ ભાડે ચાલે છે !

2 વર્ષમાં 286 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરાઈ

- Advertisement -

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી ચાલી રહી છે. ત્યારે આંગણવાડીઓને લઇને રાજ્ય સરકાર દ્રારા જવાબ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં 7000 કરતા પણ વધારે આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે. અને સૌથી વધુ ભાડે આંગણવાડીઓ આણંદમાં ચાલે છે. અને જો સરકારી પ્રાથમિક શાળાની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં 286 સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટસત્ર ચાલી રહ્યું છે. ત્યારે પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણમંત્રી દ્રારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 7002 આંગણવાડીઓ ભાડે ચલાવવામાં આવે છે. અને સૌથી વધુ આણંદમાં છે. અહિયાં 505 આંગણવાડીઓ એવી છે કે ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે. ગુજરાતના 33 જીલ્લાઓ પૈકી 28 જીલ્લાઓમાં આંગણવાડીઓ ભાડે ચાલી રહી છે.

કોંગ્રેસ ધારાસભ્ય દ્રારા સરકારી શાળાઓને લઇને પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા 2વર્ષમાં 286 પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને લઇને શાળાઓ બંધ કરી દેવાઈ છે. જેના પરિણામે 559 શિક્ષકો ફાજલ પડ્યા છે. કોંગ્રેસનાધારાસભ્ય અનીલ જોષીયરા દ્રારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં સરકાર દ્રારા આ જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular