એન્ટિલિયાની બહાર શંકાસ્પદૃ કાર મળ્યાના કેસની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. એનઆઇએ હવે આ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા કરી રહૃાું છે. એનઆઇએએ આ કેસમાં આતંકીઓનો સંબંધ હોવાની ના પાડી દૃીધી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે આ કેસમાં હજી સુધી ટેરર એંગલ જેવી કોઇ વાત સામે આવી નથી.તપાસ એજન્સીનું કહેવું છે કે ટેલિગ્રામ પર જૈશ-ઉલ-હિંદૃનો મેસેજ પણ નકલી હતો. આ માત્ર ગુમરાહ કરવા માટે હતો. તપાસ એજન્સીનું એમ પણ કહેવું છે કે હજુ સુધી એ વાતના પણ પુરાવા મળ્યા નથી કે જૈશ-ઉલ-હિંદૃ જેવું કોઇ સંગઠન પણ અસ્તિત્વમાં છે. આવું કોઇ સંગઠન જ નથી.આ સિવાય એનઆઇએને શંકા છે કે જપ્ત કરાયેલ ઇનોવા કાર પોલી અધિકારીઓની હોઇ શકે છે. એટીએસ અધિકારીઓએ એનઆઇએને જે ઇનપુટ આપ્યા છે તેના પ્રમાણે ઇનોવા કાર મુંબઇ પોલીસ ટીમની છે.જૈશ-ઉલ-હિંદૃને લઇ દિૃલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ અને મહારાષ્ટ્ર પોલીસને માહિતી આપી દૃીધી છે. એનઆઇએ આ કેસમાં વધુ તપાસ કરી રહૃાું છે. બીજા કેટલાંક પોલીસકર્મીઓની પૂછપરચ્છ થઇ શકે છે. સચિન વઝેની ધરપકડ બાદૃ આ કેસમાં બીજી પણ ધરપકડ થઇ શકે છે.એનઆઇએએ વાતની ભાળ મેળવવામાં લાગી ગઇ છે કે આખરે આ ઘટના પાછળનું કારણ શું છે. તપાસ અધિકારીઓને આ ઘટનાની પાછળનો હેતુ હજી સુધી ખબર પડી શકી નથી.આની પહેલાં એનઆઇએ એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર પોલીસના અધિકારી સચિન વઝેની ધરપકડ કરી લીધી હતી. એનઆઇએના અધિકારીઓએ સચિન વઝેની 12 કલાક પૂછપરછ કરી હતી. આની પહેલાં થાણેની કોર્ટે સચિન વઝને વચગાળાના જામીન આપવાની ના પાડી દૃીધી હતી.