Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સકિશનના 36 દડામાં 56 અને વિરાટના 49 દડામાં 73 અણનમ રન

કિશનના 36 દડામાં 56 અને વિરાટના 49 દડામાં 73 અણનમ રન

ઇંગ્લેન્ડને 07 વિકેટે પરાજય આપી બદલો લેતી કોહલી એન્ડ કંપની

- Advertisement -

પહેલા ઇશન કિશનની તડાફડી અને બાદમાં વિરાટ કોહલીની કેપ્ટન ઇનિંગથી બીજા ટી-20 મેચમાં ભારતનો ઇંગ્લેન્ડ વિરૂધ્ધ 7 વિકેટે ઝમકદાર વિજય થયો હતો. આ જીતથી પાંચ મેચની શ્રેણી ટીમ ઇન્ડિયાએ 1-1થી બરાબર કરી છે. શ્રેણીનો ત્રીજો મેચ અમદાવાદમાં જ મંગળવારે રમાશે. ઇશન કિશને ડેબ્યૂ મેચમાં આતશી અર્ધસદી ફટકારીને માત્ર 36 દડામાં પ ચોકકા-4 છકકાથી પ6 રન કર્યાં હતા. જયારે કપ્તાન કોહલી 49 દડામાં પ ચોકકા-3 છકકાથી આક્રમક 73 રને અણનમ રહ્યો હતો. જયારે પંત 26 રનની ઝડપી ઇનિંગ રમીને આઉટ થયો હતો. રાહુલ પહેલી ઓવરમાં જ ઝીરોમાં પાછો ફર્યોં હતો. અય્યર 8 રને નોટઆઉટ રહ્યો હતો. ભારતે ઇંગ્લેન્ડનો 6 વિકેટે 164 રનનો સ્કોર 17.પ ઓવરમાં 3 વિકેટ ગુમાવીને કરી લીધો હતો. કેપ્ટન કોહલીએ આજે તેની ટી-20 કેરિયરની 26મી અર્ધસદી ફટકારી હતી અને ટી-20માં 3000 રન પૂરા કરનારો વિશ્વનો પહેલો બેટધર બન્યો હતો.

- Advertisement -

અગાઉ આખરી પાંચ ઓવરમાં ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગને લીધે ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 164 રને અટકી ગઇ હતી.’ આથી ભારતને જીત માટે 16પ રનનું વિજય લક્ષ્યાંક મળ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી ઇન ફોર્મ ઓપનર જેસન રોયે 3પ દડામાં 4 ચોકકા-2 છકકાથી 46 રન કર્યાં હતા. આ સિવાય ડેવિડ મલાને 23 દડામાં
4 ચોકકાથી 24, કેપ્ટન ઇયોન મોર્ગને 20 દડામાં 4 ચોકકાથી 28, બેન સ્ટોકસે 21 દડામાં 1 ચોકકાથી 24 અને બેયરસ્ટોએ 20 રન બનાવ્યા હતા. સ્ટાર જોસ બટલર પહેલી ઓવરમાં ભૂવનેશ્વરનો શિકાર બનીને ઝીરોમાં આઉટ થયો હતો. ભારત તરફથી સુંદરે 29 રનમાં 2 તથા શાર્દુલે 29 રનમાં 2 વિકેટ લીધી હતી. ભૂવનેશ્વર-ચહલને 1-1’ વિકેટ મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular