Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયદેશમાં એકિટવ કોરોના કેસનો આંકડો 2 લાખને પાર

દેશમાં એકિટવ કોરોના કેસનો આંકડો 2 લાખને પાર

એકલા મહારાષ્ટ્રમાં જ 1.18 લાખ : ગુજરાતમાં 4200 એકિટવ કેસ

દેશમાં કોરોના સંક્રમણની ગતિ દરરોજ વધતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં, 25,154 નવા દર્દીઓ નોંધાયા છે. 16,519 દર્દીઓ સાજા થયા છે, જ્યારે 159 લોકો મૃત્યુ પામ્યા છે. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે, સારવાર ચાલી રહેલા દર્દીઓની સંખ્યામાં 8,477નો વધારો થયો છે. હવે એક્ટિવ કેસની સંખ્યા 2 લાખને પાર પહોંચીને 2 લાખ 7 હજાર 499 થઈ ગઈ છે. 11 ફેબ્રુઆરીએ તે 1 લાખ 33 હજાર 79 પર પહોંચી હતી. 17 સપ્ટેમ્બરના રોજ આવેલા કોરોના પીક (10.17 લાખ) પછીનું આ સૌથી નીચું હતું. દેશમાં અત્યાર સુધીમાં 1.13 કરોડ લોકો આ બીમારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.09 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. 1.58 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 2.07 લાખની સારવાર ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular