જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા પ્રોઢાએ બિમારીથી કંટાળીને ખાનગી દવાખાનામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર આવાસ કોલોનીમાં રહેતા પ્રફુલ્લાબેન નટવરલાલ ખેતિયા નામના પ્રોઢા શનિવારે બપોરના સમયે ડો.ઉજ્જવલ સાંઠેના દવાખાને ફરજ પર હતા ત્યારે થાઇરોઇડ બ્લડપ્રેશર અને હ્યદયરોગની બિમારીથી કંટાળીને ઝેરી દવા ગટગાટવતા ઢળી પડતા પ્રોઢાને સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની હાર્દિક ખેતિયા દ્વારા જાણ કરાતા એએસઆઇ એ.સી.નંદા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.