Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયનાગપુરમાં લોકોએ દારૂ ખરીદવા લાઇનો લગાવી

નાગપુરમાં લોકોએ દારૂ ખરીદવા લાઇનો લગાવી

લોકડાઉન પહેલાં શકય તેટલો સ્ટોક ભેગો કરી લેવો પડાપડી

- Advertisement -

કોરોના વાયરસને જોતાં નાગપુરમાં લોકડાઉનની તૈયારી છે. ગુરૂવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ જાહેરાત કરેલ કે, 15 માર્ચથી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. સીએમે આ રીતે જાહેરાત કર્યા બાદ હજારોની સંખ્યામાં લોકો બહાર ખરીદી કરવા માટે આવ્યા હતા. જયાં કોરોના ગાઇડલાઇનના ધજિજયા ઉડાવવામાં આવ્યા હતા.

- Advertisement -

કોરોનાના કેસ વધતાં છતાં નાગપુરની સિતાબુલ્દી મેન રોડ પર હજારોની સંખ્યામાં ટોળું ઉમટયું હતું. રોડ કિનારે આવેલી દુકાનમાં લોકો ખૂબ ખશ્રદિી કરવા લાગ્યા હતા. બજારમાં ખરીદી કરતાં લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલી ગયા હતા.

બજાર ઉપરાંત રોડની સાઇડમાં આવેલી દારૂની દુકાનો પર પણ લોકોની ભીડ જામી હતી. લોકો લાંબી લાઇનો લગાવીને દારૂની ખરીદી કરવા આવ્યા હતા. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોાન રેકોર્ડ બ્રેક થઇ રહ્યો છે. રાજયમાં કેટલાય જિલ્લામાં પ્રતિબંધોની વચ્ચે કોરોનાના કેસ વધતાં દેખાઇ રહયા છે. 7 ઓકટોબર બાદ અહીં સૌથી વધારે કેસ આવી રહયા છે. દેશમાં હાલ જે આંકડા આવી રહયા છે. તેમાં 60 ટકા તો મહારાષ્ટ્રના છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular