ઓખા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકારી ગાઈડ લાઇન્સ મુજબ કોરોનાની વેકસીન આપવામાં આવે છે જેમાં ૬૦ વર્ષથી ઉપરના તમામ લોકોને અને ૪૫ થી ૫૯ વર્ષમાં કોમોરબીડીટી ધરાવતા હોય તેમના માટે ઓખા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસી આપવામાં આવે છે.
આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈ, ઓખા શહેર ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ પાંજરીવાલા, ઓખા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવીણભાઈ ગોકાણી તેમજ વેપારી અગ્રણીએ રસી લીધી તેમજ તેમની સાથે ઓખા શહેર યુવા ભાજપના મહામંત્રી વિશાલ પીઠીયાએ પણ હાજરી આપી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઇ બારાઈએ જાહેર જનતાને રસી લેવા અપીલ કરેલ અને સાથે આર.બી.એસ મેડિકલ ઓફિસર ડો.પૂજાબેન લશ્કરીએ ૪૫ થી ૫૯ વર્ષના લોકોને તેમજ ૬૦ વર્ષની ઉપરના લોકોને રસી લેવા અપીલ કરી હતી.ઓખા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. ગીતાબેન રાઠોડ તેમજ તેમનો સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યા છે.