જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા પ્રૌઢ તેની ઓરડીમાં નિંદ્રાધિન હતાં તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ થઈ જતા મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના મોડપર ગામમાં આવેલા હનુમાનજી મંદિર નજીકથી અજાણ્યો પુરૂષ બેશુદ્ધ હાલતમાં મળી આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા પેટ્રોલ પંપ નજીક ઓરડીમાં રહેતા સલીમ મહમદ શેખ (ઉ.વ.54) નામના પ્રૌઢ શુક્રવારે બપોરે નિંદ્રાધિન હતાં તે દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ થઈ જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કરણજી ગુજરિયા દ્વારા જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના મોડપર ગામમાં આવેલા હનુમાનજી મંદિર નજીક શુક્રવારે સાંજના સમયે અજાણ્યો પુરૂષ બેશુદ્ધ હાલતમાં મળી આવ્યાની સરપંચ મહેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા પુરૂષને હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ કરતા પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.