ઇંગ્લેન્ડે પ્રથમ ટી -20 મેચમાં ભારતને હરાવ્યું હતું. ભારત ફક્ત 124 રન જ બનાવી શકી હતી અને તે પછી, ઇંગ્લેન્ડને 15.3 ઓવરમાં ભારત દ્વારા અપાયેલું પડકાર મળી ગયું હતું. આ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ 28 મી વખત છે જ્યારે કોહલી શૂન્ય પર આઉટ થયો હતો.
આ બધા વચ્ચે ઉત્તરાખંડ પોલીસનું એક ટ્વીટ ઘણું ચર્ચામાં છે. ઉત્તરાખંડ પોલીસે વિરાટ કોહલીનો ફોટો અપલોડ કરીને ટ્વીટ કર્યું છે કે , માત્ર હેલ્મેટ પહેરવું જ પુરતું નથી. હોશોહવાસમાં ગાડી ચલાવવી પણ જરૂરી છે.નહીતર તમે પણ કોહલીની જેમ ઝીરો રનમાં આઉટ થઇ જશો. ઉત્તરાખંડ પોલીસના આ ટ્વીટ પર ટ્વીટર યુઝર્સની ઘણી હાસ્યસ્પદ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
ભારતનો સ્કોર એક સમયે ત્રણ વિકેટે 20 રન હતો. રોહિત શર્માને રેસ્ટ અપવાના કારણે ટીમમાં આવેલા શિખર ધવન તકનો લાભ લઈ શક્યા નહીં અને વૂડનો પહેલો શિકાર બન્યા. ઋષભ પંતને ચોથા નંબર પર મોકલવામાં આવ્યો હતો અને તે પણ આત્મવિશ્વાસથી ભરેલો હતો. પરંતુ માત્ર 21 રન બનાવી શક્યા. હાર્દિક પંડ્યા પણ રમી શક્યા નહી. અને કોહલી ઝીરોએ આઉટ થતાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.