Monday, December 23, 2024
Homeબિઝનેસઅમેરિકન બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી...!!

અમેરિકન બોન્ડ યીલ્ડમાં વૃદ્ધિને પગલે ભારતીય શેરબજારમાં નફારૂપી વેચવાલી…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૩.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૨૭૯.૫૧ સામે ૫૧૬૬૦.૯૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૫૩૮.૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૮૩.૪૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૭.૪૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૭૯૨.૦૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૨૦૯.૩૦ સામે ૧૫૩૬૨.૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૪૯૬૧.૫૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૨.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૦૩૬.૪૦ પોઈન્ટ બંધ થયેલ..!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

કોરોના સંક્રમણમાં દેશના વિવિધ રાજયોમાં ચિંતાજનક વધારા સાથે સાથે કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ પણ વેગ પકડી રહ્યો હોઈ પરિસ્થિતિ સુધરવાની આશા – અપેક્ષાઓ વચ્ચે અને અમેરિકામાં કોરોના વેક્સિનેશનને વેગ મળતાં અને સ્ટીમ્યુલસ થકી અમેરિકામાં જીડીપી વૃદ્વિને વેગ મળવાની અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે આજે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી, પરંતુ સતત ત્રણ દિવસની મજબૂતી બાદ આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

વૈશ્વિક સ્તર પર અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારાને પગલે સાવચેતીનો છવાયેલો માહોલ સાથે સ્થાનિક સ્તરે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, દિલ્હી સહિતમાં કોરોના વાઈરસ સંક્રમણના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારાથી પરિસ્થિતિ ફરી અંકુશ બહાર જવા લાગતાં ફરી અનેક ભાગોમાં લોકડાઉન લાગુ થવાના એંધાણ વચ્ચે આજે ફંડોએ શેરોમાં ઉછાળે તેજીનો વેપાર હળવો કર્યો હતો. આ સાથે વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ગત સપ્તાહમાં તીવ્ર વધારાના પરિણામે સ્થાનિકમાં પેટ્રોલ, ડિઝલના ભાવોમાં થઈ રહેલા વધારાને લઈ મોંઘવારી અસહ્ય બનવાના અને કોરોનાને લઈ આર્થિક વૃદ્વિને ફટકો પડવાન સ્પષ્ટ સંકેતે આજે શેરોમાં ફંડોની ઈન્ડેક્સ બેઝડ ઊંચા મથાળેથી વેચવાલી રહી હતી.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૫% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, ઓઇલ એન્ડ ગેસ અને પાવર શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૧૪ અને વધનારની સંખ્યા ૧૩૦૧ રહી હતી, ૧૭૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૩૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્ષ ૨૦૨૦ના ૧૧મી માર્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોનાને મહામારી તરીકે જાહેર કરી હતી. વિશ્વના મોટાભાગના દેશોની આર્થિક સ્થિતિ ૨૦૨૨ પહેલા કોરોના પૂર્વના સ્તરે જોવા મળવાની શકયતા નહીં હોવાનું મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસ દ્વારા એક રિપોર્ટમાં જણાવ્યું હતું. કોવિડ – ૧૯ને કારણે વિશ્વભરના દેશોની ખોરવાઈ ગયેલી આર્થિક સ્થિતિને કારણે ઊભા થયેલા ધિરાણ પડકારો ઘણાં જ ગંભીર છે પરંતુ ધિરાણમાં ઘટાડો ટૂંકા ગાળા પૂરતું જ રહેશે. જે ક્ષેત્રોની સામાન્ય પ્રવૃત્તિઓ મર્યાદાઓથી અસર પામી રહી છે તેમની સામે જોખમો નોંધપાત્ર ઊંચા રહેલા છે. વૈશ્વિક રિકવરી ધીમી અને તબક્કાવાર રહેશે તથા બૃહદ્ આર્થિક આઉટલુક આસપાસ અનિશ્ચિતતા સામાન્ય કરતા ઘણું ઊંચુ રહેશે, એમ મૂડી’સ દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.

મહામારી હળવી થયા બાદ નીતિવિષયક પગલાં આર્થિક પ્રવૃત્તિ તથા નાણાં બજારોને ટેકો પૂરો પાડવાનું ચાલુ રાખશે એમપણ એજન્સીએ ઉમેર્યું હતું. મહામારી નાબુદ થઈ જવા પછી પણ અનેક દેશોએ વર્ષો સુધી આર્થિક ટેકા પૂરા પાડવાનું ચાલુ રાખવું પડશે. મહામારીની વ્યાપકતા અને ફેલાવો વેકસિનેશનમાં વધારાને કારણે વર્તમાન વર્ષમાં ઘટી જશે અને સરકાર માટે લોકડાઉનના પગલાં હળવા કરવાનું સરળ બનશે.

તા.૧૫.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૨.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૦૩૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૯૩૩ પોઈન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૧૦૭ પોઈન્ટ થી ૧૫૧૮૮ પોઈન્ટ ૧૫૨૦૨ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૨.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૪૫૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૪૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૬૭૬ પોઈન્ટ થી ૩૫૮૦૮ પોઈન્ટ, ૩૬૦૦૬ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૦૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • ટાઈટન લિમિટેડ ( ૧૪૮૯ ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૦૫ થી રૂ.૧૫૧૫ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • હેવલ્સ ઇન્ડિયા ( ૧૧૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૭૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૩૭ થી રૂ.૧૧૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૮૯૪ ) :- રૂ.૮૭૦ નો પ્રથમ તેમજ રૂ.૮૫૮ ના બીજા સપોર્ટથી ટ્રેડિંગ & ડિસ્ટ્રિબ્યુશન રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૯૧૯ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૨૦ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૭ થી ૭૪૪ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ટીવીએસ મોટર ( ૫૮૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૭૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક 2/3 વ્હીલર્સ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૫૯૭ થી રૂ.૬૦૬ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • માઈન્ડટ્રી લિમિટેડ ( ૧૮૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૮૬૦ થી રૂ.૧૮૪૪ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૧૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૩૮૭ ) :- રૂ.૧૪૦૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૧૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૭૩ થી રૂ.૧૩૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૧૦૬૦ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ. ૧૦૯૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૪૭ થી રૂ.૧૦૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • અમરરાજા બેટરી ( ૮૯૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો પાર્ટ & એક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૧૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૮૮ થી રૂ.૮૭૩ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૨૫ ) :- ૫૪૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૦૮ થી રૂ.૪૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૭૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular