Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતધૈર્યરાજની મદદે આવ્યા 1લાખ લોકો, અત્યાર સુધી આટલા કરોડની રકમ એકત્રિત થઇ

ધૈર્યરાજની મદદે આવ્યા 1લાખ લોકો, અત્યાર સુધી આટલા કરોડની રકમ એકત્રિત થઇ

- Advertisement -

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજ જે ગંભીર બીમારીમાં સપડાયો છે તેનું નામ એસ.એમ.એ-1 એટલે (Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખાય છે. આ બીમારીની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે જેને અમેરિકાથી મંગાવવું પડશે. જોકે, માતા-પિતા મધ્યમવર્ગના હોવાથી પોતાના બાળક માટે લોકો અને સંસ્થાઓ પાસે પૈસાની મદદ કરવા માટે અપીલ કરી રહ્યા છે.

- Advertisement -

છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયામાં એક બાળકની તસ્વીર વહેતી થઇ છે. ગોધરામાં રહેતા ચાર માસના ધૈર્યરાજ નામના બાળકને ગંભીર બીમારી હોય અને તેની સારવાર માટે 16 કરોડનું ઇન્જેક્શન મંગાવવાનું હોવાથી તેના માતા પિતાએ સંસ્થાઓ અને લોકોને મદદની અપીલ કરી છે. અને ત્યાર સુધીમાં 1 લાખથી વધુ લોકો તેની મદદ માટે આગળ આવ્યા છે. અને આ બાળકના ખાતામાં અત્યાર સુધી 3કરોડની રકમ જમા થઇ છે. ગુજરાતના દરેક ખૂણેથી લોકો તેની મદદ કરી રહ્યા છે.

બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય છે. જેના માટે બાળકના પિતા રાજદીપસિંહે 16 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ભેગી કરવાનો સમય આવ્યો છે ત્યારે તેઓ ચિંતા કર્યાં વગર ધૈર્યરાજનું નામ ઈમ્પેક્ટ ગુરુ નામના એન.જી.ઓ માં પોતાનું ખાતું ખોલાવી તે ખાતામાં ડોનેશન ભેગું કરવાની નેમ ઉઠાવી છે. જો સમય મર્યાદામાં આ રકમ ન આવે તો ઈમ્પેક્ટ ગુરુ નામના એન.જી.ઓમાં આવેલી રકમ કોઈ બીજા બાળક માટે ફાળવી દેવામાં આવશે તેવુ જાણવા મળી રહ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular