સંપત્તિમાં વધારાની દ્રષ્ટિએ ગૌતમ અદાણીએ સૌ કોઈને પાછળ છોડી દીધા છે. 2021માં અદાણી ગ્રુપની સંપત્તિ 16.2 બિલીયન ડોલર વધી છે. જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી, સ્પેસએક્સના એલન મસ્ક અને એમેઝોનના સીઈઓ જેફ બેઝોસ કરતા વધુ છે.
બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના રીપોર્ટ મુજબ ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ અને ભરતના શ્રીમંત વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણીએ છેલ્લા એક વર્ષમાં દુનિયામાં સૌથી વધુ કમાણી કરી છે. 2021માં અદાણી ગ્રુપે રેકોર્ડ સર્જ્યો છે. હાલ અદાણી ગ્રુપની સંપત્તિ 50 બિલીયન ડોલર છે. અગાઉ અદાણીની સંપત્તિમાં 16.2 બિલીયન ડોલરનો ઉછાળો થતા તેની કુલ સંપત્તિ 50 બિલીયન ડોલર થઇ છે.
અદાણીની મોટાભાગની કંપનીઓના શેરના ભાવ પણ 50% વધ્યા છે. તેમાં પણ અદાણી એન્ટરપ્રાઈઝીસના શહેરમાં 90%નો વધારો થયો છે. જણાવી દઈએ કે અદાણી ટ્રાન્સમિશન લીમીટેડની સંપત્તિ 6 અબજ ડોલર , અદાણી એન્ટરપ્રાઈઝીસ લીમીટેડની સંપત્તિ 8 અબજ ડોલર, અદાણી ગેસ લીમીટેડની સંપત્તિ 8 અબજ ડોલર, અદાણી ગ્રીન એનર્જી લીમીટેડની સંપત્તિ 18 અબજ છે.