Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સT20 મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની માત્ર 50 ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ

T20 મેચમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની માત્ર 50 ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ

- Advertisement -

કોવિડ-19 રોગચાળાને અનુલક્ષીને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માર્ચ 12, 2021થી માર્ચ 20,2021 સુધી રમાનારી પાંચ T20 ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 50 ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. કોવિડ-19 રોગચાળા સંબંધિત તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજરનું પાલન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

“કોવિડ-19 રોગચાળાને અનુલક્ષીને નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાનારી તમામ T20 ઇન્ટરનેશનલ મેચમાં અમે સ્ટેડિયમની માત્ર 50 ટકા બેઠક ક્ષમતાનો ઉપયોગ કરીશું. આ તમામ મેચ માટે ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ પરથી માત્ર 50 ટકા ટિકિટોનું જ વેચાણ કરવામાં આવશે,” ધનરાજ નથવાણી, ઉપ-પ્રમુખ ગુજરાત ક્રિકેટ એસોસિએશન એ જણાવ્યું હતું.

પ્રેક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સ્ટેડિયમને સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. કોવિડ-19 રોગચાળા સંબંધિત માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે અને તમામ જરૂરી સુરક્ષા પગલાંઓનું પાલન થાય તે માટે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular