Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયઆ જગ્યા પર દરેક ઘરની બહાર પ્લેન પાર્ક કરેલ છે !

આ જગ્યા પર દરેક ઘરની બહાર પ્લેન પાર્ક કરેલ છે !

- Advertisement -

દરેક ઘરની બહાર કાર કે બાઈક પાર્ક કરેલ તમે જોઈ હશે પરંતુ એક જગ્યા એવી છે કે જ્યાં દરેક ઘરની બહાર પ્લેન પાર્ક કરેલ છે. અને આ જગ્યા છે અમેરિકાના કેલીફોર્નીયાના એરપાર્ક વિસ્તારમાં દરેક ઘરની બહાર એક પ્લેન પાર્ક થયેલ જોવા મળે છે.અને અહિયાં આવનાર દરેક વ્યક્તિ ઘરની બહાર પાર્ક કરેલ પ્લેનને જોઈને અચંબો પામી જાય છે.

- Advertisement -

 જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં અમેરિકાના એરફોર્સે જ અણુંબોબ ફેંકીને તબાહી મચાવી હતી. એ સમયે અમેરિકા પાસે ૪૦ હજાર લડવૈયા પાયલોટ હતા. વિશ્વયુધ્ધ પછી જયારે પાયલોટ નિવૃત થયા ત્યારે તેમના રહેણાંક તૈયાર કરીને વસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વસાહતોને ફલાઇ ઇન ક્મ્યૂનિટીઝ તરીકે નામ આપવામાં આવ્યું છે. જેમાં એરપાર્ક નામના વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલા ઘરોની બહાર  વિમાનો પણ ગોઠવવામાં આવ્યા હતા. આ રહેણાંક વિસ્તારમાં જે પણ જાય છે તે દરેક ઘર બહાર વિમાન પાર્ક થયેલા જોઇને અચરજ પાંમે છે. આ વિસ્તારના રસ્તાઓ પણ એ જ રીતે બનાવવામાં આવ્યા છે કે ત્યાં વિમાનો પણ ઉડાડી શકાય છે.

- Advertisement -

આ એરપાર્કમાં દરેક ઘરમાં પ્લેન છે. દુનિયામાં આવા 630થી પણ વધારે એરપાર્ક છે જે પૈકી 610 અમેરિકામાં  છે. વર્ષ 1946માં કેલીફોર્નીયામાં વર્ષ 1946માં પ્રથમ એરપાર્કની સ્થાપના કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular