Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકેરલાના વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી.સી.ચાકોએ રાજીનામુ આપ્યું

કેરલાના વરિષ્ઠ કોંગ્રેસી નેતા પી.સી.ચાકોએ રાજીનામુ આપ્યું

- Advertisement -

કેરલા કોંગ્રેસના દિગ્ગજ નેતા પી સી ચાકોએ આજે રાજીનામુ ધરી દેતા કોંગ્રેસને વધુ એક આંચકો લાગ્યો છે. કેરલામાં વિધાનસભાની ચૂંટણીઓ માટે 6 એપ્રિલના રોજ મતદાન થવાનુ છે ત્યારે પી સી ચાકોએ તે પહેલા જ આજે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ચાકોએ પોતાનુ રાજીનામુ કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યુ છે.

- Advertisement -

ચાકોએ કહ્યુ હતુ કે, પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે અને હું પાર્ટી હાઈકમાન્ડને આ મામલામાં દરમિયાન ગીરી કરવાની વિનંતીઓ કરીને થાકી ગયો છું.કેરલા કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને પાર્ટી હાઈકમાન્ડ ચૂપચાપ જોઈ રહ્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, કેરાલામાં કોંગ્રેસ એક નહી બે પાર્ટીમાં વહેંચાયેલી છે.લોકો કેરાલામાં કોંગ્રેસની વાપસી ઈચ્છે છે પણ ટોચના નેતાઓ જુથબંધીમાં વ્યસ્ત છે.મેં હાીકમાન્ડને કહ્યુ છે કે, આ ખતમ થવુ જોઈએ પણ હાઈકમાન્ડ બંને જૂથની હામાં હા મિલાવે છે.

- Advertisement -

કેરલામાં આજે કોઈ કોંગ્રેસી નથી પણ કોંગ્રેસના એક ગ્રૂપમાં છે કે બીજા ગ્રૂપમાં છે.જેના કારણે મેં હવે કોંગ્રેસની બહાર નીકળી જવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે સાંસદ રાહુલ ગાંધીના જ મત વિસ્તાર વાયનાડમાંથી ચાર કોંગ્રેસી નેતાઓ રાજીનામા આપી ચુકયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular