જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસેના એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સના મકાનમાં પોલીસે રેઈડ દરમિયાન રૂા.7000 ની કિંમતના દારૂના 70 નંગ ચપટા મળી આવતા શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં હીરજી મિસ્ત્રી રોડ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની દારૂની ત્રણ બોટલો મળી આવતા અટકાયત કરી હતી.
આ દરોડા અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં હાલાર હાઉસ પાસે આવેલા ગીતા એપાર્ટમેન્ટમાં રહેતા ભાર્ગવ મનિષ જેઠવા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.7000 ની કિંમતના દારૂના 70 નંગ ચપટા મળી આવતા પોલીસે ભાર્ગવની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ પરજી પસાર થતા મીત પાલા સીંચ નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની દારૂની 3 બોટલો મળી આવતા પોલીસે મીતની પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો કરણ અનિલ ચાવડા પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા પોલીસે કરણની શોધખોળ આરંભી હતી.