જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 45 વિસ્તારમાં નવી જેલ પાછળ રહેતા યુવાને તેની બીમારીથી કંટાળી જઈ પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
જામનગરમાં દિગ્વીજય પ્લોટ 45 નવી જેલ પાછળ આવેલા ગણેશવાસમાં રહેતા સુનિલ રણછોડદાસ ગોંડલિયા (ઉ.વ.47) નામના પ્રૌઢે તેની બીમારીથી કંટાળી જઈ સોમવારે બપોરના સમયે તેના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની ભાવનાબેન દાણીદાર દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.