સોશિયલ મીડયા પર ઘણી વખત બાઈક સ્ટંટના વિડીયો વાઈરલ થઇ રહ્યા હોય છે. ત્યારે આવો વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં એક રોમિયો રોંગસાઇડમાં બાઈક પર સ્ટંટ કરી રહ્યો છે. અને પોતાના જીવને જોખમમાં મુકવાની સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે. વિડીઓ સુરતનો હોવાનું સામે આવ્યું છે. આ શખ્સ કોણ છે તેની હજુ સુધી ઓળખ થઇ નથી.
સુરતમાં બાઈક પર સ્ટંટ કરતા એક રોમિયોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. તે ચંદ્રશેખર આઝાદ બ્રીજ પર રાત્રીના સમયે રોંગ સાઈડમાં બાઈક પર સ્ટંટ કરી રહ્યો છે. એક ટાયર ઉપર બાઈક ચલાવીને તે આ સ્ટંટ કરી પોતાનો તથા અન્યનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છે. અડાજણ-વેડને જોડતા આ બ્રીજ પર વાહનોની અવર-જવર વચ્ચે આ રોમિયો સ્ટંટ કરી રહ્યો છે. તે જોઈને કોઈને પણ ગુસ્સો આવી જશે.આ વિડીયો વાયરલ થતાંની સાથે જ પોલીસ વિભાગ દ્રારા કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. થોડા દિવસ પહેલા પણ સુરતના આ જ બ્રીજ પર એક યુવક બાઈક સ્ટંટ કરવા જતા તેને અકસ્માત નડ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ જ જગ્યા પરથી આજે વધુ એક વિડીયો સામે આવ્યો છે. આ રોમિયો વિરુધ કાર્યવાહી કરવાની માંગ પણ લોકો ઉઠાવી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્રારા બુલેટમાં મોટા સાયલેન્સર લગાવીને રૌફ જમાવતા શખ્સો વિરુધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અવ શખ્સો સામે પણ કાર્યવાહી કરવી ક્યારે કરવામાં આવશે તે પણ પ્રશ્નાર્થ છે.