રાજસ્થાન સરકારે મહત્વનો નિર્ણય લેતા જાહેર કર્યો છે કે, રાજસ્થાન આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. હવે ગુજરાતીઓએ રાજસ્થાન કામ કે ફરવા માટે જવું હોય તો પહેલા કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવાનો રહેશે. રાજસ્થાન સરકારના આ નિર્ણયના પગલે અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે.
રાજસ્થાન સરકારે 72 કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરશે તેવો નિયમ બનાવ્યો છે. ગુજરાતીઓેને હવે RTPCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજ્યમાં પ્રવેશ નહી મળે. આ માટે રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે. રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે નિર્ણય કરાયો છે. ત્યારે હવે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ફરવા માટે ગુજરાતીઓની સાથે દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ રાજ્યોના પ્રવાસીઓ માટે નિર્ણય કર્યો છે. હવે રાજસ્થાન સરકારના આ નિર્ણયથી અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.