ગુજરાતમાં સંસ્કાર નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં સંસ્કારના લીરા ઉડાડતી ઘટના સામે આવી છે. શહેરમાંથી એક હાઇપ્રોફાઇલ દારૂની મહેફીલ ઝડપાઇ છે. જેમાંથી કહેવાતા સંસ્કારો ધરાવતા 13 યુવતી અને 09 યુવકો પોલીસના હાથે પકડાયા છે. જન્મદિવસની ઉજવણી દરમ્યાન આ મહેફીલ ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આ દારૂની મહેફિલ ન્યુ અલકાપુરીના ગ્રીન વુડ્સમાંથી ચાલી રહી હતી. જેમાં નામાંકિત ફાર્મના માલિકનો પુત્ર પણ ઝડપાયો છે. પોલીસે મોંઘો દારૂ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે વડોદરામાં આવેલા ન્યુ અલકાપુરી ખાતે આવેલા ગ્રીન વુડ્સમાં સારા ઘરના 22 મબિરાઓ કે જેમાં 13 યુવતીઓ અને 9 યુવકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. જેમાં શહેરના વગદારોના સંતાનોનો સમાવેશ થાય છે. ગત રાત્રીએ દારૂ મહેફિલમાં ઝડપાયેલા વગદારોએ તેમના સંતાનોને છોડાવવા ધમપછાડા શરૂ કરી દીધા હતાં. પરંતુ લક્ષ્મીપુરા પોલીસે મચક ન આપતા કેસ નોંધ્યો હતો.
આ નબીરાઓમાં નામાંકિત કબીર ફાર્મના માલિકના પુત્રની પણ ધરપકડ કરી છે. પોલીસે આ મહેફિલમાંથી દેશી અને વિદેશી સહિતની અનેક દારૂઓની મોંઘી બોટલો પણ જપ્ત કરી હતી.