Friday, January 3, 2025
Homeરાજ્યતમાચણ ગામે બે ડમ્પરમાંથી 4 બેટરીની ચોરી

તમાચણ ગામે બે ડમ્પરમાંથી 4 બેટરીની ચોરી

- Advertisement -

જામનગર જીલ્લાના તમાચણ ગામે રહેતા બે વ્યક્તિએ બારેક દિવસ અગાઉ પોતાના ઘરની બહાર ખુલ્લી જગ્યામાં તેના ડમ્પર પાર્ક કરીને રાખ્યા હતા તે દરમિયાન બંને ડમ્પરમાંથી રૂ.15500ની કિંમતની 4 બેટરીની ચોરી કરીને કોઈ અજાણ્યા શખ્સ નાશી છુટ્યા હતા. જે વિરુધ પંચકોશીએ ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

જામનગર જીલ્લાના તમાચણ ગામે રહેતા ક્રીપાલસિંહ પ્રવીણસિંહ પરમાર નામના ડ્રાઈવરે ગત તા.23 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલી જગ્યામાં તેનું ડમ્પર જેના નં-જીજે-10-ઝેડ-6588 તથા સાહેદનું ડમ્પર જેના નં-જીજે-09-વાય-9784 પાર્ક કરેલ હતા તે દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો બન્ને ડમ્પરમાંથી અલગ અલગ 4 બેટરી જેની કિંમત રૂ.15500ની ચોરી કરી નાશી છુટ્યા હતા. ચોરીના આ બનાવ અંગે પંચકોશી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular