જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના લખતર ગામે રહેતા એક યુવકે અન્ય શખ્સને ગાળો બોલવાની ના પાડતા તેણે ઉશ્કેરાઈ જઈ તેના પરિવારના અન્ય 3 શખ્સો સાથે મળી યુવકને લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે માર મારી ઇજાઓ પહોચાડી હતી. આ અંગે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ, જોડીયા તાલુકાના લખતર ગામે રહેતા રહીમભાઈ અલીયાસ લાડક (ઉ.વ.24) નામના યુવકે નરશીભાઈ પ્રેમજી ચૌહાણ નામના શખ્સને વાતવાતમાં ગાળો બોલવાની ના પાડતા તેણે જાપટ મારી તેના દીકરા અને ભત્રીજા સહીત પરિવારના ત્રણ શખ્સોને બોલાવી રહીમભાઈ ઉપર હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ નરશીભાઈએ ફરિયાદીને પકડી રાખી વિમલ નરશીભાઈ ચૌહાણે યુવક પર લોખંડના પાઈપ વડે હુમલો કરી પરેશ નરશીભાઈ ચૌહાણ અને જીગા કારુંભાઈ ચૌહાણ તેના માથાના ભાગે લાકડાના ધોકાનો ઘા કરી ગંભીર ઈજાઓ પહોચાડી જાનાથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં યુવકે પિતા, તેના બે પુત્ર અને ભત્રીજા સહીત 4 શખ્સો વિરુધ જોડીયા પોલીસ દફતરમાં આઈપીસી કલમ 323,324,504,506(2),114 મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.