જીએસટી કાયદા હેઠળ 2 કરોડ ઉપર વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત હતું. આ રિટર્ન જો 28 ફેબ્રુઆરી સુધીના ભરવામાં આવે તો કરદાતાઓને રોજ 200 રૂની લેઈટ ફી ભરવા પાત્ર બનતી હતી. આ ઉઓરન્ટ 5 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે જીએસટી ઓડિટ કરાવવું પણ 28.02.2021 સુધી ભરવું ફરજીયાત હતું. આ મુદતમાં વધારો કરી 31 માર્ચ 2021 કરવામાં આવેલ છે. 1 મહિનાની મુદતમાં વધારો થતાં કરદાતાઓ ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે. (ભવ્ય પોપટ, બિઝનેસ ડેસ્ક, ખબર ગુજરાત)