Monday, December 30, 2024
HomeબિઝનેસCBDTના ચેરમેન તરીકે પી.સી.મોદીની મુદ્દતમાં 3 મહિનાનો વધારો

CBDTના ચેરમેન તરીકે પી.સી.મોદીની મુદ્દતમાં 3 મહિનાનો વધારો

- Advertisement -

ઇન્કમ ટેક્સનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સના ચેરમેન તરીકે પી.સી. મોદીના કાર્યકાળ ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો છે. તેઓની મુદત 28 ફેબ્રુઆરી ના રોજ સમાપ્ત થતી હતી. 1982 બેચના આ IAS ઓફિસરની 2019માં CBDT ચેરમેન તરીકે નયુક્તિ કરવામાં આવી હતી. અગાઉ સપ્ટેમ્બર 2019 માં પણ તેમની મુદત પૂરી થતાં તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. તેઓ ફેઈસલેસ એસેટ્સમેન્ટ, અપીલ જેવા સરકારના મહત્વાકાંક્ષી નિર્ણય પાછળના મહત્વના વ્યક્તિ માનવામાં આવે છે. આ વધારાના કાર્યકાળમાં તેઓ ઉપર ફેઈસલેસ ટ્રેબ્યુનલ શરૂ કરાવવાની પણ જવાબદારી આપવામાં આવી શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે. (ભવ્ય પોપટ, બિઝનેસ ડેસ્ક, ખબર ગુજરાત)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular