જામનગર તાલુકાના સરમત ગામના પાટિયા નજીક બાઈક પર ભરાણા તરફ જતા યુવાનનું બાઈક સ્લીપ થવાથી ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ખંભાળિયા તાલુકાના ભરાણા ગામમાં રહેતો સદામ મામદ ચમડિયા નામનો યુવાન ગત તા.19 ના રોજ રાત્રિના સમયે તેના જીજે-37-ઈઓ-0596 નંબરના બાઈક પર જામનગરથી ભરાણા તરફ જતો હતો તે દરમિયાન સરમત ગામના પાટિયા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક પહોંચ્યો ત્યારે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી શરીરે અને માથામાં ગંભીર ઈઝા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની ગુરૂ ગોબિંદસિંગ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બુધવારે સાંજના સમયે તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ફીરોજભાઈ ચમડિયા દ્વારા જાણ કરાતા હેકો સી.ડી. ગાંભવા તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.