Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સડે-નાઇટ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાના વિક્રમો કયા ત્રણ બેટધરોના નામે...

ડે-નાઇટ ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાના વિક્રમો કયા ત્રણ બેટધરોના નામે છે ? અત્રે વાંચો..

- Advertisement -

ડે નાઇટ ટેસ્ટ ક્રિકટ માં એકદમ નવુ જ પરિવર્તન છે. આ પરિવર્તન પહેલા ખૂબ જ ચર્ચા બાદ ટેસ્ટ ફોર્મેટમાં તેને લાગુ કરવામાં આવ્યુંં હતુંં. આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રથમ ડે નાઇટ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2015માં એડીલેડમાં રમવામાં આવી હતી. જે ડે નાઇટ ટેસ્ટ મેચ રમવા પાછળનુ કારણ એ હતુંં કે દર્શકોની ટેસ્ટ મેચ પ્રત્યે આકર્ષણ જળવાઇ રહે. જોકે હાલ તો ખૂબ વધારે ડે નાઇટ ટેસ્ટ મેચ નથી રમાઇ, 2015 થી લઇને અત્યાર સુધીમાં 15 ડે નાઇટ ટેસ્ટ મેચ જ રમાઇ છે. જેમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે શરુ થતી ડે નાઇટ ટેસ્ટ મેચ ભારત માટે આ પ્રકારની ત્રીજી ટેસ્ટ હશે.

- Advertisement -

ડે નાઇટ ટેસ્ટ મેચ બોલરોને માટે બેટ્સમેનોના પ્રમાણમાં વધારે મદદરુપ નિવડતી હોય છે. દિવસે શરુ થતી રમતમાં, રાત્રી દરમ્યાન લાઇટ્સમાં ગુલાબી બોલની સામે રન બનાવવા એ આસાન નથી હોતા. ગુલાબી બોલ હોવાને લઇને ઝડપી બોલરો પણ હાવી થવાનો પ્રયાસ કરતા હોય છે. જોકે ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની ટેસ્ટ મેચમાં પિચમાં ઘાસ વધારે નજર નથી આવી રહ્યુ. આમ વિકેટ સ્પિનર બોલરોના હિસાબથી તૈયાર કરાઇ હોવાનુ મનાય છે. આવામાં જોવાનુ એ રહે છે કે કયો બેટ્સમેન રન બનાવતા નજર આવે છે. એવા ત્રણ બેટ્સમેનોને પણ જાણીશુ કે તેમણે ડે નાઇટ ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવ્યા છે.

પાકિસ્તાન સામે ડેવિડ વોર્નરે 2019માં આ ધમાકેદાર રમત રમી હતી. ઓસ્ટ્રેલીયાના વિસ્ફોટક બેટ્સમેન ગણાતા વોર્નરે ડે નાઇટ ટેસ્ટ મેચમા સર્વાધીક સ્કોરનો રેકોર્ડ કર્યો હતો. વોર્નરે પાકિસ્તાન સામે તે મેચમાં શરુઆતથી જ આક્રમક રુખ અપનાવ્યુંં હતુંં. પાકિસ્તાનના બોલરોને મનમુકીને ધુલાઇ કરતી રમત રમી હતી. તેણે 335 રનની અણનમ રમત રમી હતી. 418 બોલનો સામનો કરીને 39 ચોગ્ગા અને એક છગ્ગા દ્વારા જે ઇનીંગ રમી હતી. જો ઓસ્ટ્રેલીયાના કેપ્ટન ટિમ પેન એ રમતને ડીકલેર ના કરી હોત તો વોર્નર કદાચ 400 ના આંકડાને પાર કરી ચુક્યા હોત. વોર્નરની બેસ્ટ ઇનીંગમાંથી આ એક ઇનીંગને માનવામા આવે છે.

- Advertisement -

પાકિસ્તાનના આ ખેલાડીએ 2016માં વેસ્ટઇન્ડીઝ સામે ત્રેવડી સદીની રમત રમી હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમના બેટ્સમેન અઝહર અલી એ રનનો ઢગલો કરી દીધો હતો. અઝહર એ અણનમ રમત રમતા 302 રન કર્યા હતા. જેમાં તેણે 23 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. આ રમત અઝહરની વ્યક્તિગત શ્રેષ્ઠ રમત રહી હતી.

2017માં વેસ્ટઇન્ડીઝ સામે ઇંગ્લેંડના આ પૂર્વ ખેલાડી એલેસ્ટેયર કુક એ પોતાની ટેસ્ટ કેરિયરનુ ચોથુ બેવડુ શતક લગાવ્યુંં હતુંં. જે ડે નાઇટ ટેસ્ટમાં ત્રીજો મોટો વ્યક્તિગત સ્કોર બન્યો હતો. કુક એ 243 રનની રમત માટે 407 બોલનો સામનો કર્યો હતો. જેમાં તેણે 33 ચોગ્ગા લગાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular