મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બે દિવસ પહેલાં સીધી બસ દુર્ઘટનાના પીડિત પરિવારોને મળવા ગયા હતા. બાદમાં તેઓને સીધીના સર્કીટ હાઉસ ખાતે VIP રૂમમાં ઉતારો આપવામાં આવ્યો હતો. જ્યાં તેઓએ રાત્રી રોકાણ કર્યું હતું. પરંતુ તેઓને અહીં રાત્રી રોકાણ કરવું ભારે પડ્યું કારણકે અહીં કોઈ જાતની વ્યસ્વ્થા જ ન હતી. અને મરછરોનો પણ એટલો ત્રાસ હતો કે તેઓ રાતભર ઊંઘી ન શક્યા.
શિવરાજ 17 ફેબ્રુઆરીએ સીધીમાં થયેલી બસ દુર્ઘટના પછી પીડિતોના ખબર અંતર જાણવા માટે પહોંચ્યા હતા. તેઓએ સર્કિટ હાઉસમાં રાત વિતાવી હતી. જ્યાં સાફ સફાઈનો પણ અભાવ હતો. અને પાણીની ટાંકી ઓવરફલો થઇ રહી હતી. જેને બંધ કરાવવા માટે મુખ્યમંત્રીએ જાણ કરી હતી. આ સિવાય ત્યાં મરછરોનો પણ એટલો ત્રાસ હતો કે તેઓ રાતભર ઊંઘી શક્યા ન હતા. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે મુખ્યમંત્રી રાત્રે લગભગ 12 વાગ્યે આરામ કરવા પોતાના રૂમમાં જતા રહ્યાં હતા. રૂમમાં મચ્છરદાની પણ ન હતી. રાત્રે અઢી વાગ્યે મચ્છર મારવાની દવા મંગાવવામાં આવી હતી. મુખ્યમંત્રીને થયેલી આ પરેશાનીની માહિતી ગુરૂવારે મંત્રાલય સુધી પહોંચી. સર્કિટ હાઉસના પ્રભારી એન્જિનિયર બાબુલાલ ગુપ્તાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.