Saturday, December 21, 2024
Homeરાજ્યદ્વારકા પંથકમાં વધુ બે સ્થળોએ ઓનલાઈન રમાતા જુગારના અખાડા પર પોલીસના દરોડા

દ્વારકા પંથકમાં વધુ બે સ્થળોએ ઓનલાઈન રમાતા જુગારના અખાડા પર પોલીસના દરોડા

- Advertisement -

ઓખામંડળમાં ઓનલાઈન ગેમિંગ પ્રકારના વધી રહેલી જુગારની પ્રવૃત્તિ સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફે શનિવારે વધુ બે સ્થળોએ દરોડા પાડી, વરવાળા ગામની બે દુકાનોમાં ચાલી રહેલા યંત્ર આધારિત જુગારના અખાડામાંથી રૂપિયા 2.96 લાખના મુદ્દામાલ સાથે વીસ શખ્સોને દબોચી લીધા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ચૂંટણી આધારિત પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. પી.એસ.આઈ. એસ.વી. ગળચર અને પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયાની તથા સ્ટાફની જુદી-જુદી ટીમ દ્વારા શનિવારે ચોક્કસ બાતમીના આધારે દ્વારકા નજીકના વરવાળા ગામે આવેલી સહજ સેલ્સ નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દુકાનમાં જયદેવસિંહ ઉર્ફે પલ્લુ અમરસિંહ માણેક નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતા જે.જે. ઓનલાઈન માર્કેટિંગ એજન્સીના નામથી જુગારના અખાડાને પોલીસે પકડી પાડયો હતો.

આ સ્થળે ઓનલાઈન યંત્ર વેચવાની જાહેરાતના નામે દુકાનોમાં ઓનલાઈન ગેમ રમવાની જગ્યાએ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. જેમાં એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપર દર પંદર મિનિટે ડ્રો જાહેર કરી, ઈલેક્ટ્રોનિક સાધનો દ્વારા ઓનલાઇન દસ ડિઝીટનો આંકડાના ફર્કનો પૈસાની હાર-જીતનો નસીબ આધારિત જુગાર રમાડવામાં આવતો હતો.

- Advertisement -

આ સ્થળેથી પોલીસે અડ્ડો ચલાવનાર ઓપરેટર ભરત ઉર્ફે ભોલો બાબુલાલ ગોંડલીયા (ઉ.વ. 28, ભાટીયા, તા. કલ્યાણપુર) સાથે રમનાર કરનભા ઉર્ફે કનુ ટપુભા સુમણીયા, રવિ ધનાભાઈ સુમણીયા, ઝવેર અરજણભાઈ વાઘેલા અરજણ બાલુભાઇ ચૌહાણ, સૂકા નાથાભાઈ વાઘેલા, અમરસિંહ માયાભા માણેક નામના શખ્સોને રૂપિયા 14,015/- રોકડા ઉપરાંત એલ.ઈ.ડી. ટીવી, કોમ્પ્યુટર, સીપીયુ, મોનિટર વગેરે સાધનો તથા ચાર નંગ મોબાઈલ ફોન ઉપરાંત એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,25,865/- ના મુદ્દામાલ સાથે કુલ સાત શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન દુકાન રાખનાર સંચાલક જયદેવસિંહ ઉર્ફે પલ્લુ માણેક પોલીસને હાથ લાગ્યો ન હતો. જેથી દ્વારકા પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય એક દરોડો આ જ વિસ્તારમાં કે.જી.એન. મોબાઈલની દુકાનમાં યશપાલસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા હોનેસ્ટ ઓનલાઇન માર્કેટિંગના નામથી ચલાવતા જુગારના અખાડા પર પાડવામાં આવ્યો હતો. આ સ્થળે યંત્ર આધારિત જુગાર રમવા દુકાનમાં ટેબલના કાઉન્ટર ઉપર બેસનાર મુળવેલ ગામના બે શખ્સો રણજીતભા મોમૈયાભા જગતિયા તથા ઓપરેટર દેવાભા ભોજાભા જગતિયા સાથે જુગાર રમનારા જાડુભા પાચાર્યાભા જગતિયા, મનોજભા લુણાભા જગતિયા, વનરાજભા નહાભા માણેક, હનીફ ઇશાક નોયડા, દેવજી વજસી સોલંકી, ઈકબાલ તારમામદ જીવાણી, બુધાભાઈ વીસાભાઈ વિંઝુડા, અરજણ મોહનભાઇ પરમાર, ખેરાજ હરદાસભાઇ માલકા, હેમાભા પાચાર્યાભા જગતિયા, બકુલ હેમંતલાલ કાપડી નામના કુલ તેર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

- Advertisement -

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 46,950/- રોકડા તથા એલ.ઈ.ડી. ટીવી સહિતના જુદા-જુદા સાધનો, તેર નંગ મોબાઇલ ફોન, બે નંગ મોટરસાયકલ, વિગેરે મળી કુલ રૂપિયા 1,69,950 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ દરોડા દરમિયાન યશપાલસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમા ફરાર હોવાનું જાહેર થયું છે. તેને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આમ, નાના એવા વરવાળા ગામમાં ઓનલાઈન યંત્ર પ્રકારના નસીબ આધારિત જુગારના બે અખાડાઓમાં એલ.સી.બી. પોલીસે રૂપિયા 2,95,815 ના કુલ મુદ્દામાલ સાથે વીસ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ સ્ટાફના પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. શિંગરખીયા, તેમજ એ.એસ.આઈ. દેવશીભાઈ ગોજીયા, બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કેશુરભાઈ ભાટિયા, વિપુલભાઈ ડાંગર, નરસિંહભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોસ્ટેબલ મશરીભાઈ આહિર, ભરતભાઈ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, પ્રવિણભાઈ ગોજીયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, જીતુભાઈ હુણ, તથા વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular