Friday, January 3, 2025
Homeબિઝનેસશેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે..!!!

શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાશે..!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

કેન્દ્રિય બજેટથી શેરબજારોમાં શરૂ થયેલી નવેસરથી તેજી આગળ વધીને નવો ઈતિહાસ સર્જાયો હતો. કેન્દ્રિય બજેટ બાદથી ભારતીય શેરબજાર સતત નવી ઉંચાઈઓ આંબી રહ્યું છે. કેદ્રિય બજેટની જાહેરાત બાદ નવી લેવાલી પાછળ ચાલુ થયેલી પોસ્ટ બજેટ રેલી નોન-સ્ટોપ ચાલુ રહેતા તેજીની વિક્રમી ચાલ સતત અકબંધ રહી હતી અને બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં અંદાજીત ૧૦%થી વધુનો ઉછાળો નોંધાવ્યો છે. બીએસઇ સેન્સેક્સે ફરી ૫૧,૦૦૦ની સપાટી કુદાવી ૫૧,૮૩૫ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૫૨૬૬ પોઈન્ટની વધુ એક રેકોર્ડ ઊંચાઈ બનાવી હતી. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર માટે અપાયેલા પ્રોત્સાહનો સાથે ફાઈનાન્શિયલ ક્ષેત્ર માટે કરાયેલી જોગવાઈઓના સતત આકર્ષણ સાથે કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૨૦ના અંતના ત્રિમાસિક પરિણામો અપેક્ષાથી સારા આવતાં ફંડોએ શેરોમાં વિક્રમી તેજીને આગળ વધારી હતી.

કેન્દ્રિય બજેટથી શેરબજારોમાં તેજીનો નવો વિક્રમી દોર શરૂ થઈ સંપૂર્ણ બજેટ સપ્તાહ વિક્રમી તેજીનું નીવડયું સાથે ગત સપ્તાહમાં પણ તેજી આગળ વધી હતી અને છેલ્લા ૨૪ વર્ષની સૌથી મજબૂત પોસ્ટ બજેટ રેલી નોંધાવી હતી. ગત સપ્તાહમાં ભારતીય શેરબજારમાં સાધારણ કરેક્શન બાદ વૈશ્વિક સ્તરે અમેરિકામાં વધુ સ્ટિમ્યુલસ સાથે ગ્રોથની અપેક્ષા અને યુએસ ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલે દ્વારા ખૂબ જ ધીરજપૂર્વક એકોમોડેટિવ સ્ટેન્સ ચાલુ રાખવું પડશે અને તો જ અર્થતંત્રની ગાડી પાટા પર આવશે તેવા નિવેદન સાથે અમેરિકા, યુરોપ અને એશિયાના બજારોમાં ફરી આગેકૂચ જોવા મળી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ બજારમાં અફડાતફડી વચ્ચે બે તરફી મુવમેન્ટ જોવાઈ રહી છે. જો આગામી સમયમાં ખાસ કોઈ મોટી પ્રતિકૂળતા નહી ઉદ્ભવે તો આ વખતે ૨૦૧૬ પછી બજેટ માસમાં નિફ્ટીમાં સર્વાધિક વળતર મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. દર વર્ષે બજેટમાં રજૂ થતી દરખાસ્તોની શેરબજાર પર સીધી અસર થતી હોય છે. જેના પગલે બજેટ દિવસે, બજેટ પછીના સપ્તાહ તેમજ બજેટ માસના ટ્રેડિંગ પર વોચ રખાતી હોય છે.

- Advertisement -

વેરાના ભારણ વિનાના તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રી માટે કરેલી જોગવાઈના પગલે બજેટ બાદ ભારતીય શેરબજારમાં અંદાજીત ૧૦%થી વધુનો ઉછાળો નોંઘાયો હતો. જો કે, બજેટ માસને પૂર્ણ થવા આડે હજુ પંદરેક દિવસ બાકી છે. પણ બજારનો ટ્રેન્ડ જોતાં બજેટ માસમાં ૨૦૧૬ પછીનો સર્વાધિક સુધારો જોવા મળે તેવી સંભાવના છે. ઇન્ટરીમ બજેટ સહત છેલ્લા ૧૦ વર્ષના બજેટ અને શેરબજારના રીટર્નના આંકડા પર નજર કરીએ તો છ વખત પોઝિટીવ અને છ વખત નેગેટીવ વળતર મળેલ છે.

બજેટ માસ દરમિયાન સર્વાધિક ૧૦.૭% માસિક વળતર ૨૦૧૬માં મળ્યું હતું. જ્યારે સર્વાધિક ૮% નેગેટીવ વળતર ૨૦૧૯માં જોવા મળ્યું હતું. આ વખતે ઇન્ટરીમ બજેટ રજૂ કરાયું હતું. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે બજેટ પછી વિદેશી રોકાણકારો દ્વારા બજારમાં અંદાજે રૂા.૧૮,૫૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યુ છે.

નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં માળખાકીય પ્રોજેકટસ પાછળના ખર્ચમાં વધારો કરવાના કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા ભાર છતાં આ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ એટલે કે બાંધકામ, કેપિટલ ગુડસ તથા એન્જિનિરિંગ કંપનીઓની નાણાંકીય સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળવાનું હજુ બાકી છે. આમ માળખાકીય તથા કેપિટલ ગુડસ ક્ષેત્રની કંપનીઓ પડકારોનો સામનો કરી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. આગામી દિવસોમાં કોરોના મહામારી સાથે હવે અંતના ત્રિમાસિકના નાણાકીય પરિણામોની સીઝનમાં બાકી રહેતી કંપનીઓના પરિણામો કેવા નીવડશે, એના પર આગામી નાણાકીય વર્ષની કંપનીઓની કામગીરીના અંદાજ મળશે.

બજારની ભાવી દિશા….

મોદી સરકાર દ્વારા કેન્દ્રિય બજેટમાં આત્મનિર્ભર ભારત મિશનને પાર પાડવાની દિશામાં વધુ પ્રોત્સાહનો સાથે ઈન્ફ્રાસ્ટ્ર્કચર, ફાઈનાન્શિયલ ક્ષેત્રને અનેક પ્રોત્સાહનો આપનારૂ રજૂ કર્યાની પોઝિટીવ અસર બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ધિરાણ નીતિની સમીક્ષામાં રેપો રેટને યથાવત રાખીને નાણાકીય વર્ષ ૨૦૨૧ – ૨૨  માટે રિયલ જીડીપી વૃદ્વિનો અંદાજ ૧૦.૫% મૂકવામાં આવતાં અને આર્થિક સુધારાની દિશામાં પોઝિટીવ સંકેતે ફંડોએ શેરોમાં વિક્રમી તેજીને આગળ વધારી હતી. ભારતમાં શેરબજારની સ્થાપનાને ૧૪૫ વર્ષે બીએસઇનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.૨૦૦ લાખ કરોડથી વધુનું થતાં ભારતીય શેરબજાર વિશ્વમાં સાતમાં સ્થાને પહોંચ્યુ હતું.

વિશ્વને હચમચાવી મૂકનારા કોરોના વાઈરસના હજુ પણ વૈશ્વિક સ્તરે સંક્રમણ અને ભારતમાં પણ નવા વેવમાં સ્થિતિ નાજુક હોવા સાથે કૃષિ સુધારા મામલે ખેડૂતોના આંદોલન વચ્ચે પરિસ્થિતિ સ્ફોટક હોવા છતાં આર્થિક સુધારા મામલે કેન્દ્ર સરકાર મક્કમ હોઈ ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોનો અવિરત ખરીદી યથાવત રહેતા સેન્સેક્સ – નિફટીમાં ઐતિહાસિક તેજી તરફી ચાલ ચાલુ રહી છે. કોરોના મહામારીના અંત માટે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. આ સાથે કેન્દ્રિય બજેટના પ્રોત્સાહનોથી આગામી દિવસોમાં દેશની ઇકોનોમીમાં સુધારો જોવાશે, પરંતુ વૈશ્વિક સ્તરે કોરોનાના કેસનું સંકટ હજી યથાવત્ રહેતા ભારતીય શેરબજારમાં અત્યારે ઓવરબોટ પોઝિશનની સ્થિતિ જોવાઈ રહી છે ત્યારે હજુ આ વિક્રમી તેજીની દોટમાં શેરોમાં ઉછાળે ખરીદીમાં સાવચેતી ખૂબ જ જરૂરી બની રહેશે. ઉપરાંત આગામી દિવસોમાં કંપનીઓની આવક અને અર્થતંત્રમાં સુધારા માટે સરકારના પગલા અને નાણાંનીતિ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

કોરોના મહામારીથી હજુ વિશ્વ ત્રસ્ત છે ત્યારે યુરોપના દેશો સહિતમાં નવા સંક્રમણને લઈ થઈ રહેલી ચિંતા સામે કોરોના વેક્સિનના ડેવલપમેન્ટમાં સારી પ્રગતિ બાદ હવે વિશ્વભરમાં વેક્સિનેશન પ્રોગ્રામ ઝડપી અમલી બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે તેજીના સતત નવા વિક્રમો સર્જતા રહેનાર ભારતીય શેરબજારમાં તેજીને વિરામ આપવાની સાથે બજારની તંદુરસ્તી માટે જરૂરી કરેકશનની શક્યતા નકારી ના શકાય. મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૫૧૬૧ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૩૭૩ પોઇન્ટના પ્રથમ અને ૧૫૪૦૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૫૦૮૮ પોઇન્ટથી ૧૫૦૦૮ પોઇન્ટ, ૧૪૯૭૦ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૫૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૬૧૫૯ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૬૭૬ પોઇન્ટના પ્રથમ અને ૩૫૩૦૩ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૬૩૭૩ પોઇન્ટથી ૩૬૫૦૫ પોઇન્ટ, ૩૬૬૭૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૬૭૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) સીસીએલ પ્રોડક્ટ ( ૨૪૬ ) :- ટી & કોફી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૮ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૬૨ થી રૂ.૨૭૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૨૭૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ઝેનસર ટેક્નોલોજી ( ૨૩૧ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૪૪ થી રૂ.૨૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) નેલ્કો લિ. ( ૨૨૪ ) :- રૂ.૨૧૪ નો પ્રથમ તેમજ રૂ.૨૦૩ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૩૭ થી રૂ.૨૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) વીએ ટેક વેબેગ ( ૨૨૦ ) :- યુટિલિટી : નોન-ઇલેક્ટ્રિક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૬ થી રૂ.૨૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) મહિન્દ્ર & મહિન્દ્ર ફાઈનાન્સિયલ ( ૨૦૬ ) :- રૂ.૧૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૮૦ ના સ્ટોગ સપોર્ટથી ફાઈનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૧૮ થી રૂ.૨૨૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) મધરસન સુમી ( ૧૯૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૭ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૦૨ થી રૂ.૨૧૩ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) નોસિલ લિ. ( ૧૬૩ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૪૭ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૭૦ થી રૂ.૧૮૮ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) ગ્રીનપ્લાય ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફોરેસ્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૪ આસપાસ રોકાણકારે રૂ.૧૬૭ થી રૂ.૧૭૫ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૧૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) બાટા ઈન્ડિયા ( ૧૫૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૫૦૩ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) HCL ટેક્નોલોજી ( ૯૬૫ ) :- આ સ્ટોક રૂ.૯૩૦ નો પ્રથમ તેમજ રૂ.૯૧૯ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૮૮ થી રૂ.૧૦૦૩ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) અદાણી પોર્ટ ( ૬૧૩ ) :- ૨૫૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૫૮૮ નો પ્રથમ તેમજ રૂ.૫૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૬૨૬ થી રૂ.૬૪૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) લાર્સન & ટૂબ્રો ( ૧૫૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૫૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૫૦૩ થી રૂ.૧૪૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) ગોદરેજ પ્રોપર્ટી ( ૧૪૮૬ ) :- રૂ.૧૫૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૫૩૩ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૪૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૫૪૦ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) રામકો સિમેન્ટ ( ૯૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૮૮ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૯૯૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૩૦ થી રૂ.૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) મેગ્મા ફિનકોર્પ ( ૯૮ ) :- ફાઈનાન્સ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જય કોર્પ ( ૯૦ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૮૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૬ થી રૂ.૧૦૩ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) ડેન નેટવર્ક ( ૫૯ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૫૨ નો પ્રથમ તેમજ રૂ.૪૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! બ્રોડકાસ્ટિંગ & કેબલ ટીવી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૬૬ થી રૂ.૭૩ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) અદાણી પાવર ( ૫૫ ) :- રૂ.૪૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૮ થી રૂ.૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૪ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફ્ટી ફ્યૂચર રેન્જ ૧૫૦૦૮ થી ૧૫૪૦૪ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular