Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયયૌવન પ્રાપ્ત કરી લીધું હોય તો, કોઇ પણ ઉંમરે લગ્ન !

યૌવન પ્રાપ્ત કરી લીધું હોય તો, કોઇ પણ ઉંમરે લગ્ન !

- Advertisement -

પંજાબ-હરિયાણા હાઇકોર્ટે એક આદેશમાં કહ્યું છે કે મુસ્લિમ સમાજમાં યુવતી 18 વર્ષથી ઓછી વયની હોય તો પણ તે ઇચ્છે ત્યારે અને ઇચ્છે તેની સાથે લગ્ન કરી શકે છે. જોકે જે યુવતીઓમાં પુખ્તતા આવી ગઇ હોય તેને જ આ છુટ આપવામાં આવે છે તેમ પણ કોર્ટે કહ્યું હતું.

- Advertisement -

કોર્ટે કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો અનુસાર આ ચુકાદો આપવામાં આવે છે. કોર્ટે આ માટે સર દિનેશ ફરદુનજી મુલ્લાના પુસ્તક પ્રિંસિપલ્સ ઓફ મોહમ્મડન લોના આર્ટિકલ 195ને આધાર તરીકે લીધો હતો. કોર્ટે કહ્યું કે યુવાવસ્થાની ઉંમર પ્રાપ્ત થઇ ગયા બાદ મુસ્લિમ યુવતી પોતાની મરજીથી પસંદગી મુજબ લગ્ન કરી શકે છે.

મુસ્લિમ પર્સનલ લો અનુસાર લગ્નની ક્ષમતા અંગે મુલ્લાના પુસ્તકને આધાર માની આર્ટિકલ 195 કહે છે કે પરિપક્વ દિમાગ વાલા હર મુસ્લિમ જીસને યૌવન પ્રાપ્ત કર લીયા હો વહ વિવાહ કા અનુબંધ કર સકતા હૈ.

- Advertisement -

એસે નાબાલિગ જિન્હોને યૌવન પ્રાપ્ત નહીં કીયા હૈ, ઉનકે અભિભાવકોં દ્વારા વિવાહ મે વૈધ રૂપ સે અનુબિંધત કિયા જા સકતા હૈ. પુસ્તક અનુસાર 15 વર્ષની વય પુરી થયા બાદ સબૂતોના અભાવે યૌવન પ્રાપ્ત થઇ ગયું હોવાનું આ કેસમાં માની લેવામાં આવે છે.

હાઇકોર્ટમાં એક 36 વર્ષીય યુવકે 17 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યા હતા, જેનો પરિવારે વિરોધ કર્યો હતો, જેથી આ યુગલે હાઇકોર્ટમાં સ્વરક્ષા માટે અરજી કરી હતી. જેની સુનાવણી વેળાએ હાઇકોર્ટે આ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે યુવતી 17 વર્ષની હોય તો પણ જો મુસ્લિમ સમાજ સાથે જોડાયેલી હોય તો તે લગ્ન કરવા માટે સ્વતંત્ર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular