મુંબઈના જુહુ વિસ્તારમાં પ્રિયંકા ચોપરાનું જુનું ઘર આવેલું છે. વર્ષ 2018માં નીક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકાએ એ ઘર છોડી દીધું હતું. અને બાદમાં તે ઘરમાં તેના માતા મધુ ચોપરા અને ભાઈ સિદ્ધાર્થ રહેતા હતા. પરંતુ તે બન્ને હવે યારી રોડવાળા એપાર્ટમેન્ટમાં રહેવા જતા રહ્યા છે. માટે આ ઘર ખાલી પડ્યું હતું અને ત્યાં હવે જેકલીન રહેવા માટે જતી રહી છે.
જેકલીન ફર્નાન્ડિઝ પહેલા બાંદ્રા વિસ્તારમાં રહેતી હતી અને હવે પ્રિયંકા ચોપરાના જુહુ વિસ્તારમાં આવેલ કર્મયોગ નામની બિલ્ડીંગમાં જુના ઘરમાં શિફ્ટ થઇ છે. ઘરમાં મોટો લિવિંગ એરિયા અને આઉટડોર બાલ્કની છે. આ ઘરની કિંમત 7 કરોડ રૂપિયા છે. પ્રિયંકા અને નીકના લગ્ન સમારોહ દરમિયાન જુહુના કર્મયોગ બિલ્ડિંગમાં પ્રિયંકા ચોપરાના આ 7 કરોડ રૂપિયાના વિશાળ મકાન પર સૌ કોઈનું ધ્યાન આકર્ષિત થયું હતું. અને લગ્નબાદ પ્રિયંકા યુએસ સ્થળાંતર થઇ છે.જેકલીનએ આ ઘર ભાડે લીધું છે. જાણવા મળી રહેલી વિગતો અનુસાર પ્રિયંકા ચોપરાએ હવે આ ઘર વહેચી નાખ્યું છે અને જેને ખરીદ્યું તેની પાસેથી જેકલીને આ ઘર ભાડે લીધું છે. અને તાજેતરમાં જ તેણી ત્યાં શિફ્ટ થઇ છે.
જેકલીન હાલમાં જ સૈફ અલી ખાન સાથેની ‘ભૂત પોલીસ’નું શૂટિંગ કરીને ફ્રી થઇ છે અને હવે તે ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’નું શૂટિંગ શરૂ કરવાની છે.