ગુજરાતની નીચલી કોર્ટ ને લઇને મહત્વના સમાચાર આવી રહ્યા છે. કોરોના ના કારણે દુનિયા આખી થંભી ગઈ હતી અને તેમાંથી ભારત પણ બાકાત નહોતુ. કોરોનાના કારણે ગુજરાતમાં છેલ્લા 11 મહિનાથી નીચલી કોર્ટ બંધ છે. ત્યારે હવે રાજ્યની નીચલી કોર્ટના દરવાજા ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે સરક્યુલર બહાર પાડયો છે. જે મુજબ, પહેલી માર્ચથી રાજ્યની નીચલી કોર્ટ શરૂ થશે. ગુજરાત હાઈકોર્ટે તમામ કોર્ટ શરૂ કરવા SOP જાહેર કરી છે.
ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટ શરૂ કરવા માટે SOP જાહેર કરી છે. રાજ્યમાં 1લી માર્ચથી રાજ્યની નીચલી કોર્ટશરૂ થશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે છેલ્લા 11 માસથી બંધ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે વકીલ મંડળ દ્વારા કોર્ટ સંકુલની બહાર આ અગાઉ પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યા હતા.
કોરોના વાયરસના કારણે ગત વર્ષે માર્ચ મહિનામાં સમગ્ર દેશ 21 દિવસ સુધી લોકડાઉન લાગુ કરાયું હતું. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ કોર્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી. કોર્ટો બંધ રહેવાના કારણે વકીલોની આવક પર મોટી અસર પડી હતી. તો સાથે જ અસંખ્ય કેસ અટવાયા છે, ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે કોર્ટ શરૂ કરવા SOP કરી જાહેર છે.