Sunday, December 22, 2024
Homeરાજ્યપોરબંદરના દરિયાકાંઠે ડ્રગ્સ ઉતરશે કે દાણચોરીના હીરા ?!

પોરબંદરના દરિયાકાંઠે ડ્રગ્સ ઉતરશે કે દાણચોરીના હીરા ?!

- Advertisement -

ડ્રગ્સ અને ડાયમંડ માફીયાઓએ પોરબંદરના દરિયાકાંઠા ઉપર નજર માંડીને ક્ધસાઇમેન્ટ માટે 3-4 ખેપ સફળ બનાવવા ખલાસીઓનો ઉપયોગ કરવાની રાહમાં હોવાનું ડેન્જર અને ચાર્લી દ્વારા દેશહિત માટેના સર્વે ઉપર ઇશારો થઇ રહેલ છે.

- Advertisement -

સ્વૈચ્છીક રીતે પોરબંદર જીલ્લાના આડ બંદરો તેમજ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જીલ્લા કાંઠાળ વિસ્તાર બાજ નજર રાખતા દેશીપ્રેમી પોરબંદરના ડેન્જર ચાર્લી દેવભૂમિ દ્વારકા-જામનગરના રોબર્ટ -રોઝીએ એકાદ વરસ આસપાસ ગર્ભીત ઇશારો સંયુકત સરવે દ્વારા કરેલ કે પોરબંદરનો જીલ્લાનો સમુદ્ર વિસ્તારના કિનારા સુમસામ જણાય છે. વાસ્ત્વમાં ગર્ભીત પ્રવૃતિ જીવંત રહ્યા છે. સમયની રાહ જોવાઇ રહી છે. પરિસ્થિતિ બદલાત દેશદ્રોહી ગદાર પ્રવૃતિ કરનારનો સળવળાટ સમય અંતરે થતો રહે છે.

અરબી સમુદ્રના સુરક્ષા એજન્સીના પેટ્રોલીંગ કારણે દેશદ્રોહી પ્રવૃતિ કરનાર સમજદારી પૂર્વક પોતાની પ્રવૃતિ રોકી બેઠા છે. ચાંદીની ઘુસણખોરી શૂન્ય બની ગયેલ છે. કારણ માર્જીન રહેલ નથી. સુવર્ણની ઘુસણખોરી જીવંત છે. પરંતુ પુરતા ભાવ ન મળવા નફાનો માર્જીન દર પણ ઘટી ગયો છે. જેના કારણે ઉપરથી માલ મંગાવવા સાહસ કરતા નથી. એકસો ગ્રામના પીસ (લગડી) નજીવો માર્જીન રહે છે. જયારે માલ સપ્લાય કરનાર સપ્લાયર્સ સાહસ કરતા નથી.વર્તમાન સ્થિતીએ ડ્રગ્સ માફીયાઓ અશીલો પદાર્થ ઘુસાડવા માટે પ્રતિક્ષા કરી રહી છે. બે કન્સાઇનઇન્ટમેન્ટ આપણી જળસુરક્ષા એજન્સીએ પકડયા જે રેકર્ડ પર છે. પોરબંદર વિસ્તાર હાલ ચરસ, અફીણ ઘુસાડવાનો ઇશારો રોબર્ટ રોઝીને છે. અને તે કાશ્મીરમાંથી પાકિસ્તાન મારફત ઘુસાડવા માટે કસરત થઇ રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular