મેટ્રિમોનિયલ વેબસાઈટ ઉપર NRI ડોક્ટર તરીકેના બનાવટી પ્રોફાઈલ બનાવી અમેરિકા જવા ઇચ્છુક દીકરીઓના માબાપને કરોડો રૂપિયાનો ધુમ્બો લગાવનાર નાઇજીરીઅન યુવાન સહીત 5 બદમાશોની સાઇબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ 5 બદમાશોની ગેંગનો લીડર યજીદ અબેદોહ નાઈજિરીયાનો વતની છે.તથા 2013 ની સાલમાં એજ્યુકેશન વિઝા મેળવી ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરવા ભારત આવ્યો હતો.જે અભ્યાસ 2018 ની સાલમાં પૂરો થઇ ગયા પછી તે ભારત રોકાઈ ગયો હતો.અને ગાઝિયાબાદમાં સ્થાઈ થયો હતો.
બાદમાં તેણે મેટ્રિમોનિયલ વેબસાઈટ શરૂ કરી હતી.જે અંતર્ગત NRI ડોક્ટર તરીકેના બનાવટી પ્રોફાઈલ બનાવી અમેરિકા જવા ઇચ્છુક દીકરીઓના માબાપનો કોન્ટેક શરૂ કરી દીધો હતો.બાદમાં વાત આગળ વધારી યુવતીઓ સાથે પણ વાતચીત શરૂ કરી દઈ પોતે ભારત આવી રહ્યો છે.તેમ જણાવી એરપોર્ટ ઉપરથી યુવતીને ફોન કરતો હતો.જેમાં પોતે યુવતી માટે ગિફ્ટ લાવ્યો હતો તે કસ્ટમ ડિપાર્ટમેન્ટે જપ્ત કરી લીધી હોવાનું જણાવી પોતાને છોડાવવા મદદ માંગી લાખો રૂપિયા ખંખેરી લેતો હતો.
તેના આ ષડયંત્રમાં શામેલ થઇ બેન્કોનો વહીવટ સાંભળી બનાવટી આધાર કાર્ડના સહારે બેંકોમાં ખાતા ખોલાવી જમા થતી રકમ ઉપાડવામાં મદદગારી કરનાર અન્ય 4 યુવાનોની ધરપકડ કરાઈ છે. અત્યાર સુધીમાં આ ગેંગે 10 કરોડ રૂપિયા જેટલી રકમ મેળવી લીધી હોવાનો અંદાજ છે.