જામનગર શહેર ભાજપાના ઉપપ્રમુખ સહિતના હોદેદારો તેમજ વિવિધ મોરચાના હોદેદારોની નિમણુંક કરવામાં આવી છે
જામનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે બીનાબેન કોઠારીની નિમણુંક કરવામાં આવ્યા બાદ સંગઠનના અન્ય હોદેદારોની નિમણુંક બાકી હતી જેને લઇ થોડા સમય પૂર્વે દાવેદારી પ્રક્રિયાની કામગીરી પણ સં5ન્ન થઇ હતી. લાંબા સમયની આતુરતાનો અંત આવ્યો છે. ભાજપા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્મ તથા પ્રદેશના મોવડી મંડળ સાથે ચર્ચા-વિચારણા કરી જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી દ્વારા શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી છે



