Wednesday, January 28, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં બે જુગાર દરોડામાં 14 જુગારીઓ ઝડપાયા

જામનગર જિલ્લામાં બે જુગાર દરોડામાં 14 જુગારીઓ ઝડપાયા

દરેડમાંથી તીનપત્તી રમતા સાત શખ્સો ઝબ્બે : રૂા. 15,100ની રોકડ કબ્જે કરી પંચકોષી ‘બી’ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી

જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસે રેઇડ દરમ્યાન રૂા. 15,100ની રોકડ સાથે સાત શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના લાખાબાવળ ગામમાં તીનપતી રમતાં સાત શખ્સોને પોલીસે રૂા. 14,300ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેર રોડ ઉપર તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચકોષી ‘બી’ ડિવિઝનના પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆઇ શૈલેન્દ્રસિંહ જાડેજા, ડી. જી. ઝાલા, હે.કો. પી. એફ. જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા, મેહુલભાઇ વિસાણી સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન ગોવિંદસિંઘ પરમસિંઘ ગોંડ, ગિરધારી બાલસ્વરૂપ પટેલ, પુષ્પેન્દ્રસિંઘ કરનસિંઘ ઠાકુર, ડોમનસિંગ જીવનસિંગ લોધી, મહેશ કોમલ શાહુ, રવિ જીવનલાલ સેન, રાજેશસિંગ કૈલાનસિંગ લોધી સહિતના સાત શખ્સોને રૂા. 15,100ની રોકડ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગારનો બીજો દરોડો કનસુમરા ગામ પહેલાં બાવળની ઝાડીઓમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની રાજદીપસિંહ જાડેજા, નિર્મળસિંહ રાઠોડ, જયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પંચકોષી ‘બી’ ડિવિઝનના પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆઇ શૈલેન્દ્રસિંહ જાડેજા, ડી. જી. ઝાલા, હે.કો. પી. એફ. જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ રાઠોડ, રાજદીપસિંહ જાડેજા, મેહુલભાઇ વિસાણી સહિતના સ્ટાફએ દરોડા દરમ્યાન રાહુલ ચરણદાસ શાક્ય, કમલસિંગ પનાલાલ જાટવ, શોભરંગસિંગ રામચરણસિંગ તોમર, સંઘપ્રિય રાજુ ગૌતમ, છોટુ ભગીરથ મંડેચા, મુકેશ રામનરેશ ગૌતમ, આકાશ રઘુવીર રાઠોડ સહિતના સાત શખ્સોને રૂા. 14,300ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular