કાલાવડ તાલુકાના મુળીલા ગામની સીમમાં આવેલા ખેતરના કૂવામાં પડી જતાં યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ કાલાવડ ગામમાં આવેલા વ્હોરાવાડ, ખાટકીની બારી વિસ્તારમાં રહેતાં મુર્તુઝાભાઇ યુસુફભાઇ હીરાણી (ઉ.વ.48) નામનો યુવાન રવિવારે સવારે સાડા આઠ વાગ્યાના અરસામાં મુળીલા ગામની સીમમાં આવેલી ગોવિંદભાઇ ભગાડની વાડીમાં રહેલા કૂવામાં અકસ્માતે પડી જતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને કૂવામાંથી બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની ફકરુદ્દીનભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. જી. આર. ચાવડા તથા સ્ટાફએ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


