જામનગરના ભવ્ય ઐતિહાસિક વારસા સમાન ભુજીયો કોઠો નવા રંગરૂપ ધારણ કરી રહ્યો છે. જામ રણમલજી બીજાના શાસનકાળ દરમિયાન દુષ્કાળ સમયે પ્રજાને રોજગારી આપવાના હેતુથી આ કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઈ.સ. 1839 થી 1892 દરમિયાન 13 વર્ષના સમયગાળામાં બંધાયેલા આ કોઠાની ઊંચાઈ 137 ફૂટ છે, જે તે સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઈમારત હતી. કોઠાના નિર્માણ પાછળ ચાર લાખ પચીસ હજાર કોરીનો ખર્ચ થયો હતો. પાંચ માળની આ ભવ્ય ઈમારતનો ઉપયોગ ’હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો હતો. 66 પગથિયાં ચડીને પ્રથમ માળે પહોંચી શકાય છે. કોઠામાં સિંહદ્વાર, કાષ્ઠ થાંભલાની હાર, મકરાકૃતિ કમાનો અને ડાયમંડથી સુશોભિત રંગમંડપ આવેલા છે.
ભુજીયા કોઠાના રેસ્ટોરેશનની કામગીરી હાલ ચાલુ છે. પ્રથમ તબક્કાનું કામ 2026 જાન્યુઆરી માં પહેલા પૂર્ણ થયું છે.
આઝાદી પછી આ ઐતિહાસિક કોઠો ધીમે ધીમે ક્ષીણ થતો રહ્યો..કાળક્રમે તેનો મોટો હિસ્સો તૂટી પડ્યો અને ખંઢેર હાલતમાં ફેરવાતો રહ્યો… પુરાતત્વ વિભાગના નિયમોનો પણ ઉલાળીયો થયો અને આ ઐતિહાસિક કોઠાની અડોઅડ અને 100 મીટરની ત્રિજીયા માં સંખ્યાબંધ મકાનો અને વાણીજ્ય સંકુલો ખડકાતા રહ્યા અને હાલ પણ યથાવત છે… 2001 માં ગુજરાતમાં આવેલ વિનાશક ભૂકંપ માં ભૂજીયો કોઠાનો ઉપરનો હિસ્સો ધારાશાયી થયો અને મહાનગરપાલિકા દ્વારા કોઠા પરનો શિરમોર સહિતનો હિસ્સો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી…2001 થી 2020 સુધી આ ઐતિહાસિક કોઠો બંધ હાલતમાં રહયો અને અનેક લોકોની રજૂઆત અને માંગણી ના પરિણામ રુપે જામનગર મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર દ્વારા લાખોટા કોઠા અને ખંભાળીયા ગેટના સફળ રિસ્ટોરેશન બાદ ભૂજીયા કોઠા ને બે તબ્બકામાં રિસ્ટોર કરવાની કામગીરી નો પ્રારંભ કરવામાં આવ્યો…23.50 કરોડના ખર્ચે થી પ્રથમ તબ્બકાની કામગીરી પૂર્ણ થયેલ છે હવે બીજા તબબકાની કામગીરી હાથ ધરવામાં આવશે અને ખંભાળીયા ગેટ-ભુજીયો કોઠો અને લાખોટા કોઠા ને એક પુલ ના માધ્યમથી સાંકળવામાં આવશે..જેથી આ ત્રણેય ઐતિહાસિક ઇમારતો એક જ સાથે લોકો જોવા જઇ શકશે…આજે 26 જાન્યુઆરી 2026 ના 26 જાન્યુઆરી 2001 માં ધારાશાયી થયેલ ભુજીયો ફરી તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે.


