જામનગરના રણમલ તળાવ ખાતે આવેલ શહીદ સ્મારક પર આજે હાલારના માજી સૈનિકો દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ માટે શહાદત વહન કરનાર વીરોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન માજી સૈનિકોએ શહીદોના બલિદાનને યાદ કરી દેશભક્તિના નારા લગાવ્યા હતા તથા શહીદોના પરિવાર પ્રત્યે આદર અને ગૌરવ વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા યુવા પેઢીને દેશસેવાની પ્રેરણા મળે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
View this post on Instagram


