Monday, January 26, 2026
Homeવિડિઓપ્રજાસત્તાક દિને દ્વારકાધીશ જગત મંદિર તિરંગાના રંગોમાં ઝળહળ્યું - VIDEO

પ્રજાસત્તાક દિને દ્વારકાધીશ જગત મંદિર તિરંગાના રંગોમાં ઝળહળ્યું – VIDEO

રાજાધિરાજના ધામે દેશભક્તિનો અલૌકિક નજારો

પ્રજાસત્તાક દિનના પાવન અવસરે દ્વારકાધીશ જગત મંદિર પર તિરંગાના રંગોની ધ્વજાઓ લહેરાવાઈ, જેના કારણે સમગ્ર મંદિર પરિસર દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણના રાજાધિરાજ સ્વરૂપના ધામે રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ સર્જાયો હતો.

- Advertisement -

કેસરિયા, સફેદ અને લીલા રંગની ધ્વજાઓ મંદિરની શિખરો પર લહેરાતી જોવા મળતી હતી, જે ભક્તો અને દર્શનાર્થીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. જય ભારત માતા અને જય દ્વારકાધીશના ગગનભેદી નાદ સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

આ પાવન પ્રસંગે દ્વારકાધીશના ધામે દેશપ્રેમ, શ્રદ્ધા અને ગૌરવની ભાવનાનો અદ્વિતીય અનુભવ થયો હતો, જે ભક્તોના હૃદયમાં લાંબા સમય સુધી યાદગાર રહી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular