Airports Authority of India (AAI) દ્વારા સંચાલિત જામનગર એરપોર્ટએ Customer Satisfaction Index (CSI) Survey – Round-II 2025 માં 5 માંથી 4.96 નો ઉત્તમ સ્કોર પ્રાપ્ત કરીને દેશભરના 63 AAI એરપોર્ટ્સમાં કુલ 4મો ક્રમ મેળવ્યો છે. સાથે જ, જામનગર એરપોર્ટને ગુજરાત રાજ્યના એરપોર્ટ્સમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે.
પરિમાણવાર સર્વે પરિણામો મુજબ, જામનગર એરપોર્ટએ મુસાફર સુવિધાઓના મોટાભાગના ક્ષેત્રોમાં ઉચ્ચ સ્તરની કામગીરી દર્શાવી છે. એરપોર્ટ સુધી અને એરપોર્ટથી આવન-જાવન સુવિધા (4.91), પાર્કિંગ સુવિધાઓ (4.91), બેગેજ ટ્રોલીની ઉપલબ્ધતા (4.93), ચેક-ઇન માટેનો રાહ જોવાનો સમય (4.94) તથા ચેક-ઇન સ્ટાફની કાર્યક્ષમતા (4.97) જેવા પરિમાણોમાં ઉત્તમ ગુણાંક પ્રાપ્ત થયા છે.
View this post on Instagram
સ્વચ્છતા અને મુસાફર સુવિધાઓ જામનગર એરપોર્ટની મુખ્ય શક્તિ રહી છે, જેમાં ટર્મિનલની સ્વચ્છતા (4.96), શૌચાલયોની ઉપલબ્ધતા (4.99), શૌચાલયોની સ્વચ્છતા (4.91), ટર્મિનલની અંદર ચાલવાની સુવિધા (4.94) અને *એરપોર્ટમાં માર્ગ શોધવાની સરળતા (4.97)નો સમાવેશ થાય છે. ફ્લાઇટ માહિતી ડિસ્પ્લે સિસ્ટમને 4.99 નો ઉત્તમ સ્કોર મળ્યો છે.
રેસ્ટોરન્ટ અને સુવિધાઓ માટે રેસ્ટોરન્ટ/ભોજન સુવિધા (4.97), શોપિંગ માટે મૂલ્ય-પ્રતિ-પૈસા (4.95), વાઈ-ફાઈ/ઇન્ટરનેટ સેવા (4.95) તથા એરપોર્ટનું વાતાવરણ (4.92) નોંધપાત્ર રહ્યા છે. સુરક્ષા અને સ્વચ્છતા બાબતે સુરક્ષા તથા હાઈજીન વ્યવસ્થાની અસરકારકતા (4.98) અને મુસાફરોનો વિશ્વાસ સ્તર (4.91) ઊંચો રહ્યો છે. ખાસ કરીને, મુસાફરો દ્વારા અનુભવાયેલ તણાવનું સ્તર માત્ર 1.04 નોંધાયું છે.
આ સિદ્ધિ જામનગર એરપોર્ટના સંચાલન અને કર્મચારીઓની સમર્પિત કામગીરીનું પ્રતિબિંબ છે અને AAI ની મુસાફર કેન્દ્રિત સેવા પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.


