દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના ભાણવડ વિસ્તારમાંથી સ્ટાર ટર્ટલ (સૂર્ય કાચબા)ની ગેરકાયદેસર હેરાફેરીનો ગંભીર કેસ સામે આવ્યો છે. SOG પોલીસે કામગીરી કરીને 12 કિંમતી સ્ટાર ટર્ટલ સાથે એક યુવકને ઝડપી લીધો છે.
પકડાયેલ યુવકનું નામ અર્જુન વિજયભાઈ ભગાણી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ગેરકાયદેસર રીતે સ્ટાર ટર્ટલનું વેંચાણ કરતો હતો. પ્રાથમિક તપાસ મુજબ તાંત્રિક વિધિના નામે એક સ્ટાર ટર્ટલ રૂ. 5 થી 7 લાખ સુધીની કિંમતે વેચવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
View this post on Instagram
વિશ્વસનીય બાતમીના આધારે SOG પોલીસે જાળ બિછાવી આરોપીને 12 સ્ટાર ટર્ટલ સાથે ઝડપી લીધો હતો. આ કાચબા વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સુરક્ષિત પ્રજાતિમાં આવે છે, જેથી તેનો વેપાર સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
પોલીસ દ્વારા તમામ સ્ટાર ટર્ટલ તેમજ આરોપીને આગળની કાયદેસર કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કાચબાઓના આરોગ્ય અને સુરક્ષા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાથી વિસ્તારમાં વન્યજીવોની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસ અને ફોરેસ્ટ વિભાગની સતર્કતા ફરી એકવાર સામે આવી છે.


