જામનગર શહેરના વોર્ડ નંબર 1 માં આવેલા રહેણાંક વિસ્તારમાં કેમિકલ ગેસ ફેલાવાની ઘટનાથી સ્થાનિકોમાં અફરાતફરી મચી હતી. મંગળવારે સાંજે અંદાજે 7:00 વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં ગેસ ફેલાતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગેસના કારણે શ્વાસ લેવામાં ભારે તકલીફ થતી હોવાની ફરિયાદ સાથે લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તાર નજીક આવેલા એક કારખાનામાંથી કોઈ કેમિકલના કારણે ગેસ ફેલાયો હોવાની આશંકા છે. ગેસના કારણે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધો વધુ પરેશાન થયા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કારખાનું બંધ હોવાના કારણે તપાસમાં અડચણ આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્થાનિકોની માંગ છે કે લોકોના આરોગ્યને અસર કરતી આવી સમસ્યાનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી ભવિષ્યમાં ફરી આવી ઘટના ન બને.
View this post on Instagram


