Wednesday, January 21, 2026
Homeવિડિઓખંભાળિયા પાસે કાર અને ઓટો અથડાતાં અકસ્માત - VIDEO

ખંભાળિયા પાસે કાર અને ઓટો અથડાતાં અકસ્માત – VIDEO

ગત રાત્રિના અકસ્માતમાં સાત વ્યક્તિઓ ઘવાયા : કંચનપુરના પાટિયા પાસે અકસ્માત : ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડાયા

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ ઉપર ગત મોડી રાત્રિના સમયે મોટરકાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. જેને કારણે સાત જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા – જામનગર હાઈવે પર કંચનપુર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલી એક મોટરકાર તેમજ આ જ માર્ગ પર જઈ રહેલા એક ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત થવા પામ્યો હતો. આ અકસ્માતમાં મોટરકારની આગળના ભાગને વ્યાપક નુકસાની થવા પામી હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા તેમજ કારમાં જઈ રહેલા ત્રણ મહિલાઓ સહિત કુલ સાત જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા આ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે અહીંની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાર અને રિક્ષા વચ્ચેના આ અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. આ સાથે પોલીસ દ્વારા પણ ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક નિયમન સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular