Tuesday, December 23, 2025
Homeવિડિઓઓવરસ્પીડ અને ભયજનક રેસીંગ સ્ટંટ કરનાર બાઈક ચાલક સામે દેવભૂમિ દ્વારકા ટ્રાફિક...

ઓવરસ્પીડ અને ભયજનક રેસીંગ સ્ટંટ કરનાર બાઈક ચાલક સામે દેવભૂમિ દ્વારકા ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી – VIDEO

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જાહેર માર્ગોની સુરક્ષા અને નાગરિકોના જીવનને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ સામે જીલ્લા ટ્રાફિક પોલીસ સતત સતર્ક રહી કાર્યવાહી કરી રહી છે. જાહેર રોડ ઉપર ઓવરસ્પીડ તેમજ ભયજનક રીતે રેસીંગ સ્ટંટ કરતો એક બાઈક ચાલક ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

બાઈક ચાલકનું નામ રિતિક જ્ઞાનદેવ આયરે (ઉંમર: 26 વર્ષ, આજવા ચોકડી, વડોદરા)ના રહેવાસી હોવાનું ઓળખાયું છે. તે પોતાના મોટરસાયકલ પર જાહેર રોડ ઉપર પુર ઝડપે તથા ભયજનક રીતે સ્ટંટ કરી લોકોને ભયમાં મૂકતો હતો.

- Advertisement -

આ બાબતે પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન અને સૂચના અનુસાર, નાયબ પોલીસ અધિક્ષક વી.પી. માનસેતા (ખંભાળીયા વિભાગ)ના સુપરવિઝન હેઠળ તથા જીલ્લા ટ્રાફિક શાખા, દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. મકવાણાને વાયરલ થયેલ વિડિયો અંગે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.

તે મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાડેજા તથા જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા તા. 23/12/2025ના રોજ દ્વારકા તથા બેટ-દ્વારકા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. પેટ્રોલિંગ દરમ્યાન જાહેર રોડ ઉપર પુર ઝડપે અને ભયજનક રીતે સ્ટંટ કરતો મોટરસાયકલ ચાલક ઝડપાઈ ગયો હતો.

- Advertisement -

પોલીસ દ્વારા સદરહુ મોટરસાયકલ ચાલકને વાહન સહિત ઝડપી લઇ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ તેને જાહેર માર્ગ પર આવા ખતરનાક કૃત્યોના ગંભીર પરિણામો અંગે કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જીલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, જાહેર માર્ગો પર ટ્રાફિક નિયમોનું પાલન કરો, ઓવરસ્પીડ તથા સ્ટંટબાજી જેવી જોખમી પ્રવૃત્તિઓથી દૂર રહો. આવા કૃત્યો માત્ર પોતાનું નહીં પરંતુ અન્ય નિર્દોષ નાગરિકોના જીવનને પણ જોખમમાં મૂકે છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસની કાર્યવાહી આગળ પણ કડક રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular