રાજ્યમાં સતત પ્રગતિની રાહ ઉપર ચાલી રહેલા એસ.ટી. નિગમે વધુ એક મહત્વપૂર્ણ અને મુસાફરલક્ષી નિર્ણય કર્યો છે. જેમાં રેલવેની જેમ હવે એસ.ટી.ની બસોમાં મુસાફરોને ડિમાન્ડ મુજબ પેકેજડ ફૂડ પીરસવામાં આવશે. એસ.ટી.ના ઇતિહાસમાં સૌપ્રથમવાર આવો નિર્ણય લેવાયો છે. આ પાયલોટ પ્રોજેકટની શરૂઆત હાલ અમદાવાદથી થશે બાદમાં ક્રમશ: રાજયભરમાં લાગુ થશે. આ અંગેની એસ.ટી. નિગમનાં સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ નિગમ કક્ષાએથી મુસાફર જનતાની સુખ સુવિધામાં વધારો થાય અને તે ઉચ્ચ ગુણવતાથી સારો નાસ્તો-આહાર મળે તેમજ આ સેવાનો મુસાફર જનતા દ્વારા વધુને વાધુ લાભ લે, સાથોસાથ નિગમના પ્રતિષ્ઠામાં વધારો થાય તે માટે નિગમ દ્વારા જે પ્રમાણે રેલ્વે વિભાગમાં રનીંગ ટ્રેનમાં જમવાનું-નાસ્તો પ્રોવાઇડ કરવામાં આવે છે. તે જ પ્રમાણે નિગમની એકસપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે પેકડ ફૂડ મળી રહે સાથે સાથે નિગમની નોન ટ્રાફિક આવકમાં વધારો થાય તે હેતુથી નવીન પ્રોજેકટ ON DEMAND PACKED FOOD ON BUS ને પ્રાયોગિક ધોરણે ઇમ્પ્લીમેન્ટ કરી એજન્સી નિમણુંક કરવા એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટથી ટેન્ડર નિવિદા પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.


