જામનગર તાલુકાના ધુંવાવ ગામ નજીક આજે સવારે પૂરપાટ જતી કારએ બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જ્યારે અન્ય યુવાન અને એક બાળકને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ધુંવાવ ગામ નજીક, રાજકોટ રોડ પર આજે સવારે બાઇક પર આવી રહેલા બે યુવાન અને બાળકને સામેથી પૂરપાટ અને બેફિકરાઇથી આવી રહેલી જીજે10 ડીજે 8441 નંબરની ફોર્ચ્યુનર કારએ જીજે10 બીએમ 5928 નંબરના બાઇકને ઠોકરે ચઢાવી હડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક પર સવાર એક યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા. જ્યારે અન્ય યુવાન અને બાળકને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં પંચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિધ ઘટના સ્થળે દોડી ગયો હતો. 108 ઇમરજન્સી એમ્યુલન્સ દ્વારા ઘાયલોને જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તથા અકસ્માતનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram


